વિશ્વની ત્રીજી સૌથી મોટી એવિએશન કંપની ઈન્ડિગો: એવિએશન ક્ષેત્રોમાં ઈન્ડિગોની 60.2% ભાગીદારી
- 11 Apr, 2024
તાજેતરમાં દેશના એવિગેશનક્ષત્રએ હરણફાળ ભરી છે, કોરોનાના કપરાકાળ બાદ ભારતમાં હવાઈ સેવાનૉ ઉપયોગ કરનારાઓની સંખ્યામાં નોંધનીય વધારો જૉવા મળ્યો છે, જેમાં વિદેશમાં ફરવા માટે તેમજ નિવાસ કરનાર લોકો સામેલ છે. જેમાં ભારતની ઈન્ડિગો એરલાઇન કંપની એવિગેશન ક્ષેત્રે વિક્રમ બનવ્યો હતો .
જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ભારતની ઈન્ડિગો એરલાઈન માર્કેટ કેપ મુજબ વિશ્વની ત્રીજી સૌથી મોટી એવિએશન કંપની બની ગઈ છે. આ કંપનીનું માર્કેટ કેપ 17.6 બિલિયન ડૉલર (લગભગ ₹1.47 લાખ કરોડ) સુધી પહોંચી ગયું છે. દક્ષિણપશ્ચિમ એરલાઇન્સને પાછળ છોડીને ઈન્ડિગોએ આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
વૈશ્વિક એરલાઈન્સની આ યાદીમાં પ્રથમ ક્રમે યુએસ સ્થિત ડેલ્ટા એરલાઈન્સ છે. તેનું માર્કેટ કેપ 30.4 બિલિયન (લગભગ ₹2.53 લાખ કરોડ) છે. ત્યાંજ 26.5 બિલિયન ડૉલર (₹2.16 લાખ કરોડ)ના માર્કેટ કેપ સાથે રાયનએર બીજા ક્રમે છે.
ગયા વર્ષે માર્ચમાં ઈન્ડિગો માર્કેટ કેપ મુજબ વૈશ્વિક એરલાઈન્સની યાદીમાં 14માં ક્રમ પર હતી. ઈન્ડિગોએ ડિસેમ્બર 2023માં યૂનાઈટેડ એરલાઈન્સને પાછળ છોડી દીધી હતી અને આ વર્ષે જાન્યુઆરીમાં એર ચાઇના અને ફેબ્રુઆરીમાં સિંગાપુર એરલાઈન્સને પાછળ પાડી દીધી હતી.
કંપનીના શેરે છેલ્લા એક વર્ષમાં 102.55% વળતર આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં 50.25%, એક મહિનામાં 18.25% અને આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યાર સુધી 27.78% વધ્યો છે. આજે એટલે કે 10 માર્ચે તે 4.73%ના વધારા સાથે રૂ. 8,306 પર બંધ થયો હતો.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના તાજેતરના ડેટા અનુસાર, ભારતના એવિએશન ક્ષેત્રોમાં ઈન્ડિગોની 60.2% ભાગીદારી છે. યાત્રાળુઓની સંખ્યા મુજબ બીજા ક્રમે એર ઈન્ડ્યા છે, તેની ભાગીદીરી 12.2% છે. જોકે, ટાટા ગ્રૂપ હેઠળ ચાલતી એરલાઇન્સનો કુલ હિસ્સો 28.2% છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ