:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

RBIનું તમામ બેંકોને ફરમાન, લોન લેનારાને સંપૂર્ણ માહિતી ફરજિયાત અપાશે ..

top-news
  • 16 Apr, 2024

લોનધારકો હવે બની શકશે ચુઝી , એટલે કઈ બેન્ક પાસેથી લોન લેવી તે માટે તેમની પાસે વિકલ્પો હાજર રહેશે . લોન લેતી વખતે લોન પ્રક્રિયા દરમિયાન થતો કુલ ખર્ચ તેમજ લોન પર વસૂલવામાં આવતા વ્યાજદરનો વાર્ષિક ખર્ચ સહિત તમામ વિગતો જાણી શકશે. જેથી  તેઓ લોનની સ્માર્ટ પસંદગી કરી શકશે. આરબીઆઈએ તમામ બેન્કો અને ફાઈનાન્સ કંપનીઓને 1 ઓક્ટોબરથી ફરિજ્યાતપણે લોન પ્રક્રિયાના ભાગરૂપે વસૂલવામાં આવતી તમામ ફી અને ધિરાણનો વાર્ષિક ખર્ચ સહિત તમામ મહત્વની વિગતો દર્શાવતું સ્ટેટમેન્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. 

જેમાં રિકવરી એજન્ટ પર પોલિસી, ફરિયાદ માટે સંપર્કની વિગતો, લોન અન્યને વેચવાની સંભાવના સહિતની વિગતો પણ આ સ્ટેટમેન્ટમાં દર્શાવવાની રહેશે. રેગ્યુલેટેડ સંસ્થાઓએ ઉપરોક્ત દિશાનિર્દેશોને વહેલામાં વહેલી તકે અમલમાં મૂકવા માટે જરૂરી સિસ્ટમો અને પ્રક્રિયાઓ સ્થાપિત કરવા કહ્યું છે. 1 ઓક્ટોબર બાદ રિટેલ, એમએસએમઈ ટર્મ લોન સહિત તમામ નવી લોન માટે ગ્રાહકોને ઉપરોક્ત માર્ગદર્શિકા અનુસાર માહિતી આપવાની રહેશે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે આ ફેરફારોથી ગ્રાહકો જ્યારે લોન લે છે ત્યારે સુનિશ્ચિત કરશે કે તેઓ શું મેળવી રહ્યાં છે અને તેની પાછળ કેટલો ખર્ચ ભોગવો પડશે. આરબીઆઈ દ્વારા પ્રથમ વખત વાર્ષિક ધોરણે લોનનો વ્યાજદર જારી કરતો વાર્ષિક ધિરાણ ખર્ચ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં લોનધારકોના ધિરાણ પર વર્ષ દરમિયાન કેટલો વ્યાજદર અને અન્ય ચાર્જ લાગૂ થશે, તેની વિગતો આપવાની રહેશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎