દેશમાં ખાંડના વપરાશ વિક્રમી વધારો : તાપમાન વચ્ચે રેલીઓમાં ઠંડા પીણાંની માંગથી ઊંચકાયા ભાવ...
- 24 Apr, 2024
જળવાયુ પરિવર્તનને કારણે હાલમાં સમગ્ર વિશ્વના વાતાવરણમાં ફેરફાર થયો છે. જેમાં ભારત પણ બકાત નથી .આપણાં દેશમાં પણ હાલમાં ઊંચા તાપમાનથી સૌ કોઇ પરેશાન છે. વળી એમાં લોકસભાની ચુંટણીને કારણે શાળામાં વેકેશન પણ વહેલા પડ્યું હોવાથી ભૂલકાઓની ડિમાંડમાં પણ વધારો થયો. આમ વિવિધ કારણોસર દેશમાં ખાંડની માંગ વિકમી સપાટીએ પહોંચી ગઈ છે.
આમ ઊચા તાપમાન તથા લોકસભાની ચૂંટણીને પરિણામે વર્તમાન વર્ષમાં દેશમાં સાકરની માગ વધતા તેના ભાવમાં પણ પાંચ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. તાપમાન વચ્ચે ચૂંટણી રેલીઓ દરમિયાન ઠંડા પીણાં તથા આઈસક્રીમની માગ વધુ રહેતા ખાંડના વપરાશમાં વધારો થયો છે. તાપમાનમાં વધારા સાથે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા વર્તમાન વર્ષમાં દેશમાં ખાંડનો વપરાશ વિક્રમી વધારો જોવા મળવા સંભવ છે. દેશના અનેક વિસ્તારોમાં તાપમાન ૪૦ ડીગ્રીથી ઉપર જોવા મળી રહ્યું છે.
વર્તમાન વર્ષના એપ્રિલ-જૂનના ગાળામાં ખાંડનો વપરાશ વધી ૭૫ લાખ ટન પહોંચવા અંદાજ છે. આ આંક ગયા વર્ષના એપ્રિલ-જૂનની સરખામણીએ પાંચ ટકા વધુ હોવાનું સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું. વર્તમાન સંપૂર્ણ વર્ષની વાત કરીએે તો ખાંડનો વપરાશ ૨.૯૦ કરોડ ટન વિક્રમી રહેવા ધારણાં છે. તહેવારોને ધ્યાનમાં રાખી એપ્રિલ માટે સરકારે ખાંડના કવોટામાં વધારો કર્યો હતો. માર્ચમાં ૨૩.૫૦ લાખ ટનની સરખામણીએ એપ્રિલમાં મિલો માટે ૨૫ લાખ ટન ખાંડનો કવોટા જાહેર કરાયો હતો.
ગુડી પડવા, ચૈત્રી નવરાત્રિ તથા રામનવમીના તહેવારોને ધ્યાનમાં રાખી વધુ ખાંડ છૂટ કરવા નિર્ણય લેવાયો હતો આમ છતાં વર્તમાન મહિને ખાંડના ભાવમાં વધારો જોવા મળી રહ્યાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે. હાલમાં ખાંડની નિકાસ પર નિયમન હોવાથી ઘરઆંગણે મિલો પાસે માલભરાવો ન થાય તેની તકેદારી રાખવા પણ વધુ કવોટા છૂટો કરાયાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે. ઉનાળાના સમયમાં ઠંડા પીણાં તથા આઈસક્રીમ ઉત્પાદકો તરફથી ખાંડની માગમાં વધારો થતો હોય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ