:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ગુરુવારે નિફ્ટીએ રચ્યો અનોખો વિક્રમ: નિફ્ટી ઓલ ટાઈમ હાઈ થતા રોકાણકારોમાં ઉત્સાહ; એક્સિસ બેન્ક, મારુતિ સુઝુકી, ઈન્ડસઈન્ડ બેન્કમાં તેજી

top-news
  • 23 May, 2024

લોકસભા ચૂંટણી 2024ની વચ્ચે શેરબજારમાં ગુરુવારે શનિવારે તેજી જોવા મળી છે. નિફ્ટી આજે ઈતિહાસ બનાવતા ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ઈન્ટ્રાડે દરમિયાન નિફ્ટીએ 22,806ના લેવલને ટચ કર્યું છે. જોકે થોડીવાર પછીથી નિફ્ટી 22,826ની સપાટીએ પહોંચ્યો હતો. બપોરે 01.09 કલાકે સેન્સેક્સ 767 અંક વધી 74988 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 242 અંક વધી 22840 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, લાર્સન, એમએન્ડએમ, મારૂતિ સુઝુકી, ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં તેજી જોવા મળી રહી છે. એક્સિસ બેન્ક 3.61 ટકા વધી 1,168.40 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે લાર્સન 3.00 ટકા વધી 3,563.85 પર કારોબાર કરી રહ્યો છે. જોકે સન ફાર્મા, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ અને આઈટીસી સહિતના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સન ફાર્મા 3.14 ટકા ઘટી 1,491.90 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે પાવર ગ્રીડ કોર્પ 2.75 ટકા ઘટી 316.85 પર કારોબાર કરી રહ્યો છે.  

છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોથી શેરબજારમાં મંદી જોવા મળી હતી, પરંતુ ગુરુવારે ફરી એકવાર બજાર વધવા લાગ્યું. ધીમી શરૂઆત બાદ અચાનક બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બીએસઈનો 30 શેરનો સેન્સેક્સ બુધવારે 74,221 પર બંધ થયો હતો અને ગુરુવારે 74,253 પર ખુલ્યો હતો. પછી અચાનક આ ઇન્ડેક્સ વધવા લાગ્યો અને રાત્રે 11.30 વાગ્યે તે 444.23 પોઈન્ટ ઉછળીને 74,665.29 ના સ્તરે ટ્રેડ થવા લાગ્યો.

NSE નો નિફ્ટી 22614 ના સ્તર પર ઉછાળા સાથે ખુલ્યો હતો અને થોડી જ વારમાં તે વેગ પકડીને 22800 ના સ્તરને પાર કરી ગયો હતો. બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે નિફ્ટી 22,597.80 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સની વાત કરીએ તો આજના ટ્રેડિંગ દરમિયાન તે 74,991.08 પર પહોંચી ગયો છે. બીએસઈના ટોચના 30 શેરોમાંથી 27 શેરમાં તેજી જોવા મળી છે. એક્સિસ બેન્કે લગભગ 4 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.

નિફ્ટી 50માં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં સૌથી વધુ 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે પછી, એક્સિસ બેંક અને એલએન્ડટીના શેરમાં લગભગ 3 ટકાનો ઉછાળો છે, જ્યારે મિડકેપ સેગમેન્ટમાં, રેલ્વે શેરો ફરીથી સત્તામાં છે. RVNLના શેરમાં 8 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સાથે IRFCના શેરમાં 7 ટકાની મજબૂત તેજી જોવા મળી રહી છે.