:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

શેરબજારની તેજીની વચ્ચે ઉદ્યોગપતિની નેટવર્થમાં વધારો: હવે મુકેશ અંબાણીથી એક જ ક્રમ પાછળ છે ગૌતમ અદાણી, એક સપ્તાહમાં સંપત્તિ 9 બિલિયન ડોલર વધી

top-news
  • 24 May, 2024

શેરબજારમાં તેજીની વચ્ચે ભારતીય ઉદ્યોગપતિઓની નેટવર્થમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં  તેજી જોવા મળી છે. જેનો સીધો ફાયદો અદાણીની નેટવર્થમાં થયો છે. તાજેતરના બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહમાં ગૌતમ અદાણીની સંપત્તિ ઝડપથી વધી છે. પહેલા તેમણે 100 બિલિયન ડોલર ક્લબમાં બીજી વખત એન્ટ્રી મારી અને હાલ તેમની નેટવર્થ 109 બિલિયન ડોલર છે. એટલે કે એક સપ્તાહમાં અદાણીની સંપત્તિમાં 9 બિલિયન ડોલરનો વધારો થયો છે. 

બ્લૂમબર્ગની અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી હાલમાં 13મા ક્રમે છે. મુકેશ અંબાણી તેમનાથી માત્ર એક ડગલું આગળ છે. હાલમાં મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ લગભગ $114 બિલિયન છે. અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી સંપત્તિમાં મુકેશ અંબાણી કરતાં લગભગ 5 અબજ ડોલર પાછળ છે.

બ્લૂમબર્ગની યાદી


જો રેન્કની વાત કરીએ તો બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં મુકેશ અંબાણી 12મા સ્થાને છે જ્યારે ગૌતમ અદાણી 13મા સ્થાને છે. તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયે અદાણી ગ્રુપની તમામ 10 કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, શુક્રવારે ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે. રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ શેરબજારમાં પણ પ્રોફિટ બુકિંગનો દબદબો છે.

બર્નાર્ડ આર્નોલ્ટ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ટોચ પર છે, તેમની કુલ સંપત્તિ $211 બિલિયન છે, જેફ બેઝોસ બીજા સ્થાને છે, ટેસ્લાના વડા એલોન મસ્ક ત્રીજા સ્થાને છે, માર્ક ઝકરબર્ગ ચોથા સ્થાને છે, લેરી પેજ 5માં સ્થાને છે. બિલ ગેટ્સ તેના છઠ્ઠા નંબર પર એક સ્થાન પાછળ છે.ઉલ્લેખનીય છે કે શુક્રવારે શેરબજારમાં નવો રેકોર્ડ બન્યો છે. સેન્સેક્સે 75500નો આંકડો પાર કર્યો છે, જ્યારે નિફ્ટીએ 23004 પોઈન્ટનો રેકોર્ડ સ્પર્શ કર્યો છે.