:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

હીરો , ઑકિનાવા અને બેનલીંગ ઈન્ડિયા બ્લેકલિસ્ટ થઈ શકે: ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી આ કંપનીમાં આગની ઘટના બાદ અનેક ગેરરીતિઓ મામલે તપાસ કરાશે

top-news
  • 25 May, 2024

વૈશ્વિક મોંઘવારીને પગલે સમગ્ર દુનિયામાં ઈલેક્ટ્રિક વાહનોની માંગમાં વધારો થઈ રહ્યો છે. જેને પરિણામ સ્વરૂપે તેના ઉત્પાદનમાં પણ વધારો કરવા અનેક કંપનીઓ ભારતના બજારોમાં આવી. સમયજતાં આ કંપનીઓએ દેશમાં સારા એવા પ્રમાણમાં ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરી બજારમાં એક સ્થાન પણ નિર્માણ કરી લીધું. પરંતુ તાજેતરમાં અચાનક આ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો.

તેથી હવે સરકાર આ મામલે તપાસ કરવાની બાંહેધરી સાથે કડક પગલાં પણ લઈ શકે છે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.  દરમિયાન  હાલના સમયમાં ઈલેક્ટ્રિક વાહનોમાં 2-વ્હીલર પણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય થતા જઇ રહ્યા છે. આ ક્ષેત્રમાં ઘણી કંપનીઓએ એક પછી એક પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. પરંતુ આગની ઘટનાઓ બાદ જ્યારે અનેક કંપનીઓની તપાસ કરવામાં આવી ત્યારે અનેક સ્તરે ગેરરીતિઓ જોવા મળી હતી.

જેમાં સરકારની ઈલેક્ટ્રિક વ્હીકલ સબસિડી સ્કીમ FAME-2 હેઠળ કરવામાં આવેલા ખોટા દાવાઓના ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા અને હવે સરકાર ટૂંક સમયમાં આમાં સામેલ 3 કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાની યોજના પર કામ કરી રહી છે.અધિકારીઓનું કહેવું છે કે સરકાર EVs માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી દરેક યોજનાનો લાભ લેવા માટે ત્રણ ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીઓ, હીરો ઈલેક્ટ્રિક, ઓકિનાવા અને બેનલિંગ ઈન્ડિયાને બ્લેકલિસ્ટ કરી શકે છે.



આ ત્રણેય કંપનીઓએ FAME-2 સબસિડી મેળવવા માટે ખોટી રીતે તેમના દાવા સબમિટ કર્યા હતા અને તેમને પરત કરવામાં નિષ્ફળ રહી છે. આવનારા સમયમાં આ બ્લેકલિસ્ટિંગની અસર આ કંપનીઓના ગ્રાહકો પર પણ પડી શકે છે.દેશમાં ઈલેક્ટ્રિક વાહનો વિશે લોકોમાં જાગૃતિ વધારવા અને લોકો વધુમાં વધુ સંખ્યામાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે સબસિડી સ્કીમ ‘ફેમ-2’ શરૂ કરી હતી. તેના અમલીકરણની જવાબદારી ભારે ઉદ્યોગ મંત્રાલયને આપવામાં આવી હતી.

આ યોજના હેઠળ, મંત્રાલયે રજિસ્ટર્ડ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs)ને સબસિડી આપવાની હતી, જે આખરે ગ્રાહકોને ટ્રાન્સફર કરવાની હતી.
પરંતુ વર્ષ 2022માં મંત્રાલયને ફરિયાદો મળી હતી કે આ કંપનીઓ FAME-2 યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી રહી છે. કંપનીઓ પર સ્થાનિક સ્તરે બાંધકામ સામગ્રીની ખરીદી સંબંધિત ફરજિયાત નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. તેઓ મોટા પાયા પર વાહનોના સ્પેરપાર્ટ્સ આયાત કરીને ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં રોકાયેલા છે.

મંત્રાલયે 13 કંપનીઓની તપાસ કરી. જેમાંથી 6 ફેમ-2ના માપદંડોનું ઉલ્લંઘન કરતા જણાયા હતા. આ કંપનીઓ હીરો ઇલેક્ટ્રિક, ઓકિનાવા ઓટોટેક, બેનલિંગ ઇન્ડિયા એનર્જી એન્ડ ટેકનોલોજી, એએમઓ મોબિલિટી, ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિવોલ્ટ મોટર્સ હતી.સરકારે આ કંપનીઓને વ્યાજ સાથે ખોટી રીતે દાવો કરેલી સબસિડી પરત કરવા જણાવ્યું હતું. આ 6 કંપનીઓમાંથી, AMO મોબિલિટી, ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિવોલ્ટ મોટર્સે થોડા મહિનામાં વ્યાજ સહિત સબસિડીની રકમ પરત કરી દીધી હતી અને આ કંપનીઓને સરકાર દ્વારા આરોપોમાંથી મુક્ત કરવામાં આવી હતી.

Hero Electric, Okinawa Autotech અને Benling Indiaએ આ રકમ પરત કરી નથી અને હવે સરકારે તેમને FAME-2 સબસિડી યોજનાના લાભાર્થીઓની યાદીમાંથી દૂર કરી દીધા છે. આ પછી મંત્રાલય આ કંપનીઓને કેન્દ્ર સરકારની તમામ લાભાર્થી યોજનાઓમાંથી બ્લેકલિસ્ટ કરવા પર કામ કરી રહ્યું છે. આ પગલું હીરો ઈલેક્ટ્રીક અને બેનલિંગ ઈન્ડિયા માટે લેવામાં આવ્યું છે. જ્યારે ઓકિનાવાનો કેસ હાલમાં કોર્ટમાં છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ મામલે આ ત્રણેય કંપનીઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો, પરંતુ તેમનો જવાબ હજુ આવ્યો નથી. તે જ સમયે, જે કંપનીઓને પહેલાથી જ ક્લીન ચિટ મળી ગઈ છે, તેમને ફરીથી FAME-2 સબસિડી અને અન્ય યોજનાઓમાં સામેલ કરી શકાય છે. મંત્રાલયે આ માટે એક સમિતિની રચના કરી છે. જો કે આ અંગે સંપૂર્ણ અંતિમ નિર્ણય કોર્ટના નિર્ણય બાદ લેવામાં આવશે. આવી સ્થિતિમાં બ્લેકલિસ્ટેડ કંપનીઓના ગ્રાહકોને ફેમ-2 સબસિડીનો લાભ મળતો બંધ થઈ શકે છે.