:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મોદી સરકારના શપથ પછી માર્કેટમાં ઉછાળો: સેન્સેક્સ 77000ને પાર, પાવર ગ્રીડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, NTPC, એક્સિસ બેન્ક, નેસ્લેના શેર વધ્યા

top-news
  • 10 Jun, 2024

દેશમાં એનડીએની સરકાર આવી ચુકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે. મોદી 3.0ને સોમવારે શેરબજારે પણ સલામ ભરી છે અને ઈતિહાસ રચ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોનો સેન્સેક્સ 323.64 અંકની જોરદાર તેજીની સાથે પ્રથમવાર 77,000ના સ્તરને પાર નીકળી ગયો છે. તે 77,017ના લેવલ પર ખુલ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સે પણ બજાર ખુલવાની સાથે 105 અંકની છલાંગ લગાવી હતી. છેલ્લા બે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે એટલે કે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો અને તે વધારા સાથે બંધ થયો હતો. સેન્સેક્સ 1618.85 કે 2.16 ટકાની તેજીની સાથે 76,693.41ના સ્તરે ક્લોઝ થયો હતો. 

તેજીની સાથે ખુલ્યો 2196 શેર
શેરબજારમાં ગત શુક્રવારથી તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 77017ના સ્તરે ખુલ્યા પછીથી 77,079.04ના સ્તરે પહોંચી ગયો હતો. બીએસઈ ઈન્ડેક્સનું નવું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. માર્કેટમાં કારોબારી શરૂઆતની સાથે લગભગ 2196 શેર તેજીની સાથે ગ્રીન નિશાન પર ઓપન થયા હતા. જ્યારે 452 કંપનીઓના શેરોએ ઘટાડા સાથે લાલ નિશાનમાં કારોબાર શરૂ કર્યો. જ્યારે 148 શેરની સ્થિતિમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો નથી. 

શરૂઆતના કારોબારમાં નિફ્ટી ઈન્ડેક્સ પર અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા અને શ્રીરામ ફાઈનાન્સના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી. જોકે તેનાથી વિપરીત ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ડો.રેડ્ડીઝ લેબ, એલટીઆઈ માઈન્ડટ્રી અને હિંડલ્કોના શેરમાં ઘટાડો નોંધાયો છે. 

શેરબજારમાં લિસ્ટેડ ભારતીય અબજપતિ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં તેજી જોવા મળી. અદાણી એન્ટ, અદાણી પોર્ટથી લઈને અદાણી પાવરના શેરમાં તેજી જોવા મળી રહી છે. એશિયાના સૌથી વધુ અમીર માણસ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો શેર પણ લગભગ 1 ટકા તેજીની સાથે કારોબાર કરી રહ્યો હતો.