:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

એક વખત ફરી મોંઘવારીનો માર: 15 મહિનામાં સૌથી વધુ વધી હોલસેલ મોંઘવારી, મે મહિનામાં 1.26 ટકાથી વધી 2.61 ટકાએ પહોંચ્યું હોલસેલ ઈન્ફલેશન

top-news
  • 14 Jun, 2024

વાણીજય અને ઉદ્યોગ મંત્રાલયે આજે મે મહિનાનાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ(WPI)ના આંકડાઓ જાહેર કર્યા છે. હોલસેલ ઈન્ફલેશન એપ્રિલ મહીનામાં 1.26 ટકાની સરખામણીએ મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 2.61 ટકા રહ્યો છે. આંકડાઓ જણાવે છે કે જથ્થાબંધ મોંઘવારી 15 મહિનામાં સૌથી વધુ વધી છે. ઉલ્લેખનીય છે કે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત ઈન્ફલેશન એપ્રિલમાં 1.26 ટકા હતું. જે મે 2023માં શૂન્યથી નીચે - 3.61 ટકા રહ્યું હતું.

આજે જાહેર કરવામાં આવેલ આ ડેટા ફેબ્રુઆરી 2023 પછી સૌથી વધુ છે. એપ્રિલની સરખામણીએ મે મહિનામાં તેમાં બમણો વધારો થયો છે અને તે એકંદરે 15 મહિનાની ટોચે પહોંચી ગયો છે. આવનારા સમયમાં જથ્થાબંધ મોંઘવારીની અસર દેશના સામાન્ય લોકો અને છૂટક બજાર પર જોવા મળે તેવી શકયતા છે, ત્યારે જોવાનું એ રહેશે કે આરબીઆઈ આ અંગે શું નિર્ણય લે છે.

ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં ભારે વધારાને કારણે મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 2.61 ટકા થયો છે. ગયા વર્ષે મે મહિનામાં આ દર શૂન્યથી નીચે -3.61 ટકા હતો. જો WPI ડેટાનું માનીએ તો મે મહિનામાં ફુગાવાનો દર 9.82 ટકા વધ્યો છે. જ્યારે એપ્રિલમાં આ દર 7.74 ટકા હતો. મે મહિનાની વાત કરીએ તો શાકભાજીનો મોંઘવારી દર 32.42 ટકા હતો. એપ્રિલમાં આ દર 23.60 ટકા હતો. ડુંગળીની વાત કરીએ તો મોંઘવારી દર 58.05 ટકા છે, બટાકાનો મોંઘવારી દર 64.05 ટકા છે. જો કઠોળના ફુગાવાના દરની વાત કરીએ તો તે 21.95 ટકા છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે મે મહિના માટે WPIના આંકડા જાહેર કર્યા છે. આમાં ખાદ્ય મોંઘવારીના આંકડા પણ સામે આવ્યા છે. ડેટા અનુસાર, ખાદ્ય ચીજોનો મોંઘવારી દર મે મહિનામાં 9.82 ટકા હતો, જ્યારે એપ્રિલમાં તે 7.74 ટકા હતો. સૌથી વધુ મોંઘવારી દાળના ભાવમાં જોવા મળી છે. મે મહિનામાં કઠોળનો મોંઘવારી દર 21.95 ટકા હતો.

મે મહિનામાં ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલથી લઈને મોંઘી વીજળીના ભાવે સામાન્ય માણસના ખિસ્સા પર માઠી અસર કરી છે. ઇંધણ અને વીજળી ક્ષેત્રનો ફુગાવાનો દર મે મહિનામાં 1.35 ટકા હતો. આ સિવાય ઉત્પાદિત ઉત્પાદનોની શ્રેણીમાં મોંઘવારી દર 0.78 ટકા રહ્યો છે. સમજવા જેવી વાત એ છે કે મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાના આંકડા તે જ મહિનાના છૂટક ફુગાવાના આંકડાથી વિપરીત છે.