:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

મેગી મેગી મેગી .. બે મિનિટમાં તૈયાર થતી મેગીએ કરી કમાલ !!! માત્ર રૂ.16ની મેગીએ કંપનીને કરાવી એક-બે કરોડ નહીં આટલા હજાર કરોડની કમાણી, આંકડો વાંચશો તો ચોક્કસ નવાઈ પામશો...

top-news
  • 19 Jun, 2024

ભારતમાં ઈન્સ્ટન્ટ નૂડલ્સ મેગી ખાવાના શોખીન લોકોની કોઈ કમી નથી, પછી તે બાળકો હોય, વૃદ્ધ હોય કે યુવાનો, ગામ હોય કે શહેર હોય કે પહાડી વિસ્તારો, 2 મિનિટમાં તૈયાર થઈ જતી આ વાનગી દરેક જગ્યાએ સહેલાઈથી અને તે પણ નજીવી કિમતે મળી જાય  છે. મેગી પ્રત્યે ભારતીયોની આ દિવાનગી વેચાણના આંકડાઓમાં પણ જોવા મળે છે અને તેનું ઉત્પાદન કરતી કંપની નેસ્લેની મેગી માટે ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બની ગયું છે.  

એટલું જ નહીં, કંપનીએ ભારતમાં 2 મિનિટ નૂડલ્સના વેચાણથી જંગી કમાણી કરી છે. મેગીના દિવાના ભારતીયો તેને બનાવનારી કંપનીએ 15 મહિનામાં ₹24000 કરોડની કમાણી કરી. મેગીના વેચાણમાં નંબર-1, ચોકલેટમાં બીજો મોટો ખેલાડી, નેસ્લે ઇન્ડિયાએ  તેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો અને માહિતી શેર કરી કે ભારત કંપનીના ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને સૂપ બ્રાન્ડ મેગી માટે વૈશ્વિક સ્તરે સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવ્યું છે.

કંપનીની ચોકલેટ બ્રાન્ડ કિટકેટ માટે આ વિશ્વનું બીજું સૌથી મોટું બજાર બની ગયું છે. નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નવા ઈનોવેશન્સ અને મોટા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સાથે બિઝનેસને આગળ વધારવામાં મદદ મળી છે.ગયા વર્ષે મેગીના 6 બિલિયન સર્વિંગનું વેચાણ થયું હતું . એક અહેવાલ મુજબ સ્વિસ મલ્ટીનેશનલ કંપની નેસ્લેના ઈન્ડિયા યુનિટે ઉત્તમ વેચાણ નોંધાવ્યું છે.



એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને ખાવા માટે તૈયાર વાનગીઓ માટે જાણીતી કંપનીએ ગયા નાણાકીય વર્ષ 2023-24માં એકલા ભારતમાં જ મેગીની 6 બિલિયનથી વધુ સર્વિંગ્સ વેચી છે, જે અન્ય કોઈપણ મેગીના વેચાણ કરતાં વધુ છે.   કંપનીએ આ સમયગાળા દરમિયાન કિટકેટ ચોકલેટની 4.2 બિલિયન પેકેટ વેચી છે અને આ બ્રાન્ડના વેચાણમાં કંપની માટે બીજું સૌથી મોટું બજાર બની ગયું છે.

પાછલા વર્ષોમાં પ્રતિબંધનો સામનો કર્યો, છત્તા હવે  અનેક ગણી કમાણી કરી. નોંધનીય છે કે મેગી ભારતમાં તેના સંભવિત સ્વાસ્થ્ય જોખમોને લઈને સમય સમય પર ચર્ચાનો વિષય બની છે. તેને 2015માં પણ પાંચ મહિનાના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ભારતમાં તેના સ્વાદના ચાહકોની કોઈ કમી નથી. કંપનીના ઉત્પાદનોના વેચાણમાં મજબૂત વધારાને કારણે, નેસ્લે ઇન્ડિયાએ 31 માર્ચ, 2024 સુધીના છેલ્લા 15 મહિનામાં રૂ. 24,275.5 કરોડનું વેચાણ નોંધાવ્યું છે.

શેરોએ 5 વર્ષમાં તેમના નાણાં બમણા કર્યાએક તરફ નેસ્લેની પ્રોડક્ટ્સ મેગી અને કિટકેટનો ક્રેઝ વધ્યો છે તો જબરદસ્ત વેચાણના આંકડાની અસર પણ કંપનીના શેર પર જોવા મળી રહી છે. નેસ્લે શેરમાં રોકાણ કરનારા રોકાણકારોની રકમ પાંચ વર્ષમાં બમણી થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, કંપનીના શેરે રોકાણકારોને 119.81 ટકા વળતર આપ્યું છે.