:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?

top-news
  • 22 Jul, 2024

PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકાર ત્રીજી ટર્મનું પ્રથમ કેન્દ્રીય બજેટ આવતીકાલે રજૂ કરશે. બજેટ પૂર્વે આજે આર્થિક સર્વે રજૂ થયો હતો. જેમાં નાણાકીય વર્ષ 2023-24માં સરકારની કામગીરી પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આવતીકાલે રજૂ થનારા બજેટમાં કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સ અંગે નીતિઓમાં સુધારા કરે તેવી અપેક્ષા ઉદ્યોગ જગત વ્યક્ત કરી રહ્યું છે. જો આમ થશે તો ઈલેક્ટ્રિક વ્હિકલ્સ વાપરનારને ફાયદો થઈ શકે છે.

આ બજેટ ભારતને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને અનુરૂપ હશે. વડાપ્રધાન મોદીએ પણ સંકેત આપી દીધો છે કે, અમે કાલે મજબૂત બજેટ રજૂ કરીશું. જે વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર રૂપે રજૂ કરવા પર કેન્દ્રિત હશે. ઓટો સેક્ટરને પણ બજેટમાં ઘણી અપેક્ષાઓ છે.
અગાઉ 1 ફેબ્રુઆરીએ સરકારે રજૂ કરેલા વચગાળાના બજેટમાં જણાવાયું હતું કે, અમારી સરકાર દેશમાં સારી ઈલેક્ટ્રિક વ્હિકલ ઈકો સિસ્ટમ ડેવલપ કરવા પર કામ કરી રહી છે. આગામી સમયમાં અમારી સરકાર ઈ-વ્હિકલ્સનું વિસ્તરણ અને વૃદ્ધિ પર ફોકસ કરશે. ઈલેક્ટ્રિક વ્હિકલ્સના ઉત્પાદન અને ચાર્જિંગ સપોર્ટ કરતી ઈકો સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. જાહેર પરિવહન માટે ઈલેક્ટ્રિક બસોને અપનાવવામાં આવશે. તેમજ તેના નેટવર્કને વિસ્તિરત કરવા માટે પ્રોત્સાહનો આપવામાં આવશે.

અગાઉ 1 ફેબ્રુઆરીએ સરકારે રજૂ કરેલા વચગાળાના બજેટમાં જણાવાયું હતું કે, અમારી સરકાર દેશમાં સારી ઈલેક્ટ્રિક વ્હિકલ ઈકો સિસ્ટમ ડેવલપ કરવા પર કામ કરી રહી છે. આગામી સમયમાં અમારી સરકાર ઈ-વ્હિકલ્સનું વિસ્તરણ અને વૃદ્ધિ પર ફોકસ કરશે. ઈલેક્ટ્રિક વ્હિકલ્સના ઉત્પાદન અને ચાર્જિંગ સપોર્ટ કરતી ઈકો સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. જાહેર પરિવહન માટે ઈલેક્ટ્રિક બસોને અપનાવવામાં આવશે. તેમજ તેના નેટવર્કને વિસ્તિરત કરવા માટે પ્રોત્સાહનો આપવામાં આવશે.

દર વખતની જેમ આ વખતે પણ ઓટો સેક્ટર ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રની ફોસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ (FAME) યોજનાના આગામી તબક્કાની અપેક્ષા રાખી રહ્યું છે. FAME-2ની ડેડલાઈન 31 માર્ચે પૂરી થઈ હતી. આ સમય દરમિયાન, જ્યારે દેશની સરકાર ચૂંટણીમાં જવાની હતી, ત્યારે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશનલ સ્કીમ (EMPS) 4 મહિના માટે અસ્થાયી યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી, જેની માન્યતા જુલાઈમાં સમાપ્ત થઈ રહી છે. હવે આવી સ્થિતિમાં ફેમ સ્કીમનો ત્રીજો તબક્કો 'FAME-3' લોન્ચ થવાની આશા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, FAMEના આ ત્રીજા તબક્કામાં 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ આપવામાં આવી શકે છે. જે દેશમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર તેમજ સરકારી બસોને આર્થિક મદદ કરશે. જો કે હજુ સુધી આ સ્કીમમાં ઈલેક્ટ્રિક કારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. FAME-3 સંપૂર્ણપણે નવી સ્કીમ હોવાથી વાહન ઉત્પાદક કંપનીઓએ તેના માટે ફરીથી અરજી કરવી પડશે. આ સિવાય આ સ્કીમ 2 વર્ષના સમયગાળા માટે શરૂ કરી શકાય છે. નોંધનીય છે કે FAME-2 યોજના 5 વર્ષ સુધી ચાલી હતી.