:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ: દેશના આમ આદમીને બજેટ પાસેથી ઘણી અપેક્ષા, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો રોડ મેપ રજૂ કરાશે

top-news
  • 23 Jul, 2024

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ થઈ રહ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરી રહ્યાં છે. બજેટને લઈને પહેલેથી જ તમામ ક્યાસ લગાવવામાં આવી રહ્યાં હતા.  આમ આદમીને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષા છે.

આ બજેટ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો રોડ મેપ આપશે. જે ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો નકશો પણ તૈયાર કરશે. આજનું બજેટ વિકસિત ભવિષ્યનો પાયો નાંખનારું હોઈ શકે છે. તેનો સંકેત ગઈકાલે રાષ્ટ્રપતિ અભિભાષણમાંથી મળ્યો હતો. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં કહ્યું હતું કે બજેટ સરકારની ભવિષ્યની નીતિઓ અને ભવિષ્યના વિઝનનો પ્રભાવી દસ્તાવેજ હશે. 

આજે દેશનું સામાન્ય બજેટ  આવવાનું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ તેમના કાર્યકાળનું આ સતત સતમું બજેટ રજૂ કરશે. આજે બધાની નજર નાણાં મંત્રી દ્વારા કરવામાં આવનારી વિવિધ જાહેરાતો પર છે. શેરબજારમાં પણ બજેટની જાહેરાતોની અસર જોવા મળી રહી છે. આજે શેરબજારની શરૂઆત ગ્રીન ઝોનમાં થઈ અને સરકારી કંપનીઓના શેર શાનદાર તેજી સાથે ભાગતા જોવા મળી રહ્યાં છે. જોકે વધુ સમય સુધી આ તેજી ટકી શકી નહોતી. સવારે 9.45 વાગ્યે સેન્સેક્સ લગભગ 50  અંક ઘટ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યો છે. 



નાણા મંત્રી નિર્મલા સીતારમણ પોતાની સાથે રેડ ટેબલેટ લઈને રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. તેમની સાથે નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ છે. ઉલ્લેખનીય છે કે આજે નાણા મંત્રી ટેબલેટથી સંસદમાં મોદી સરકાર 3.0નું પેપરલેસ બજેટ રજૂ કરશે.