:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા

top-news
  • 25 Jul, 2024

ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટ શરૂ થતાની સાથે સેન્સેક્સ 600 અંક ઘટ્યો હતો. જોકે હાલ સેન્સેક્સ 449 અંક ઘટી 79699  પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 123 અંક ઘટી  24290 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રા, એચસીએલ ટેક, એચડીએફસી બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.

ટાટા મોટર્સ 3.36 ટકા વધી 1,064 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 1.75 ટકા વધી 3580 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાઈટન કંપની, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક 6.12 ટકા ઘટી 1163 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 2.38 ટકા ઘટી 1193 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકન અને એશિયન બજારોમાં ઘટાડાનાં તોફાનની અસર આજે સ્થાનિક શેરબજાર પર પણ જોવા મળી રહી છે. સેન્સેક્સ ગુરુવારે 606 પોઈન્ટના ઘટાડા સાથે 79,542 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 182 પોઈન્ટના નુકસાન સાથે 24230 ના સ્તરેથી ટ્રેડિંગ શરૂ કર્યું હતું. ગઇકાલે ભારતીય શેરબજારમાં સતત ચોથા સત્રમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 280.16 પોઈન્ટ ઘટીને 80,148.88 પર જ્યારે નિફ્ટી 65.55 પોઈન્ટ ઘટીને 24,413.50 પર બંધ થયો હતો.

અમે જે કંપનીની વાત કરીએ છીએ તે છે સુઝલોન એનર્જી. 2010 બાદ પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે સુઝલોન એનર્જીના શેરનો ભાવ 60 રૂપિયા પર પહોંચ્યો છે. અત્રે જણાવવાનું કે બુધવારે શેર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને બપોરે બે વાગ્યા સુધીમાં તો 604 પોઈન્ટના કડાકા સાથે 79,827.78 પોઈન્ટ પર જોવા મળ્યું હતું. 

આ અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવારના આંકડા જોઈએ તો ખબર પડે કે જૂન 2024ના ત્રિમાસિકમાં સુઝલોન એનર્જીને 300 કરોડ રૂપિયાનો નફો થયો છે. આ વાર્ષિક આધાર પર 200 ટકાથી વધુ છે. અત્રે જણાવવાનું કે  કંપની રાજસ્વ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં 2016 કરોડ રૂપિયા છે. જે વાર્ષિક આધાર પર 50 ટકા વધુ છે. વિન્ડ એનર્જીવાળી કંપની સુઝલોન એનર્જીનો એબિટા પહેલા ત્રિમાસિક (Q1FY25) માં લગભગ 86 ટકા ચડીને 370 કરોડ રૂપિયા થયો છે. જે પહેલા ત્રિમાસિક (Q1FY24) માં 199 કરોડ રૂપિયા હતો. આ આંકડા દર્શાવે છે કે કંપનીના એબિટા માર્જીનમાં ઝડપથી વધારો થયો છે અને તે 14.8 ટકાથી વધીને 18.4 ટકા થયો છે. 

સુઝલોન એનર્જીએ રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. ગત 15 મહિનામાં કંપનીએ બજારમાં સારું પ્રદર્શન કર્યું છે અને તેના શેરોએ ધમાલ મચાવી છે. 15 મહિનામાં જ સુઝલોન એનર્જીના શેરોમાં લગભગ 675 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2024ના આંકડા દર્શાવે છે કે કંપનીના શેરોમાં 57.71 ટકાનો ઉછાળો આવ્યો છે.