February 2, 2023
February 2, 2023

2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે

આ દરમિયાન કરો સુખ-સમૃદ્ધિ વધારવા માટે વાસ્તુ ઉપાય

ધાર્મિક પરંપરાઓ અનુસાર હિંદુ નવ વર્ષનો પ્રારંભ ચૈત્ર નવરાત્રીથી થાય છે. ચૈત્ર મહિનામાં આવનારી નવરાત્રીને ચૈત્ર નવરાત્ર પણ કહેવાય છે. આ વર્ષે આ તહેવારનો પ્રારંભ 2 એપ્રિલથી થઈ રહ્યો છે અને 11 એપ્રિલ 2022ના રોજ સોમવારના દિવસે નવરાત્રી પૂર્ણ થઈ રહી છે. જેમાં 10 એપ્રિલ 2022ના રોજ રવિવારના દિવસે રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવશે. આવો તમને જણાવીએ કે પંચાંગ અનુસાર આ વખતે નવરાત્રીના દિવસે ક્યા ક્યા શુભ યોગ બની રહ્યા છે.

આ વખતે નવરાત્રીની શરૂઆત એવા યોગમાં થઈ રહી છે જેના આધારે માનવામાં આવે છે કે મા દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. 2 એપ્રિલથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે અમૃત સિદ્ધિ યોગ પણ છે. એવું માનવામાં આવે છે કે આ બંને યોગ ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે અને આ શુભ યોગોમાં નવરાત્રીની શરૂઆતમાં ભક્તોને ઈચ્છિત ફળ મળે છે અને દરેક કાર્ય સિદ્ધ થાય છે.

ચૈત્ર નવરાત્રીનાં વાસ્તુ ઉપાય
ચૈત્ર નવરાત્રીનાં પહેલા દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે. યાદ રાખો કે આ કળશ સ્થાપના ઇશાન કોણ કે ઉત્તર-પૂર્વ કોણમાં કરવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન કોણને પૂજા-પાઠ માટે સૌથી શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. આથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
નવરાત્રીમાં દુર્ગાની અખંડ જ્યોતને અગ્નેય દિશા એટલે કે દક્ષિણ-પૂર્વ કોણમાં રાખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આવું કરવાથી ઘરનાં દોષો દૂર થાય છે. સદસ્યોની બીમારીઓ દૂર થાય છે અને શત્રુઓ પર વિજય મળે છે.
ચૈત્ર નવરાત્રીનાં 9 દિવસ દરમિયાન રોજ ઘરના મેન ગેટ પર માતા લક્ષ્મીનાં ચરણ અંદરની તરફ આવતા બનાવો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા ધન-વૈભવ વધારે છે.
નવરાત્રી દરમિયાન વ્યાપારીઓ પોતાના ઓફિસ – દુકાનનાં મેં ગેટ પર એક વાસણમાં પાણી ભરીને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખી દો. સાથે જ આ પાણીમાં લાલ અને પીળા રંગના ફૂલ રાખી દો. આમ કર્વાતાહી બીઝનેસમાં સફળતા મળે છે.
ચૈત્ર નવરાત્રીનાં 9 દિવસ પૂરા થયા બાદ ઘરમાં કન્યા પૂજન જરૂર કરો. કન્યાઓને સમ્માનપૂર્વક ભોજન કરાવો અને સામર્થ્યઅનુસાર દક્ષિણા આપો. આમ કરવાથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે.

 105 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved