યુપીના CM યોગી આદિત્યનાથની શપથવિધિમાં હાજરી આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશ મુખ્યપ્રધાનની શપથવિધિ સમારંભમાં હાજરી આપશે. 25 માર્ચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે યોગી આદિત્યનાથનો શપથવિધિ સમારંભ યોજાશે. જેમાં દેશના ભાજપ શાસિત તમામ મુખ્ય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ પણ 25મી તારીખે વહેલી સવારે ઉત્તર પ્રદેશ જશે.
નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપની પોતાની સત્તા યથાવત રાખી છે જેના પગલે ગઈ કાલે મણિપુરના મુખ્યમંત્રીના નવા નામ મહોર લગાવી હતી ત્યારે આજે ગોવા અને ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના પરથી પડદો હટી જશે. ગૃહના નેતાની પસંદગી માટે આજે પણજીમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. રાજ્યના આગામી મુખ્યમંત્રીની પસંદગી વિધાયક દળના નેતામાંથી કરવામાં આવશે. આજે સાંજે 4 કલાકે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમર અને સહ-નિરીક્ષક એલ મુરુગન, ગોવાના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ અને ડેસ્ક ઈન્ચાર્જ સીટી રવિ હાજર રહેશે.
82 , 1