October 6, 2022
October 6, 2022

યુક્રેન કટોકટી વચ્ચે ચીનના વિદેશમંત્રી ભારતમાં…

વાંગ દિલ્હી પહોંચ્યા ત્યાં સુધી સતાવાર જાહેરાત નહી: મોદીની મુલાકાત પર સસ્પેન્સ

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના વાતાવરણ તથા રશિયા પરના વધતા જતા આર્થિક પ્રતિબંધ વચ્ચે આજે ચીનના વિદેશમંત્રી વાંગ પી. આજે દિલ્હીની એક બિનઘોષિત મુલાકાત પર આવી પહોંચ્યા હતા. બન્ને દેશોએ આ યાત્રા અંગે કોઈ સતાવાર જાહેરાત કરી ન હતી.

વર્ષ 2020ની ગલવાન ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે આ ઉચ્ચ સ્તરીય લેવલની પ્રથમ યાત્રા છે. ભારત તરકાર તરફથી ચીનના વિદેશ મંત્રીના પ્રવાસને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જાણકારી પ્રમાણે વાંગ યી શુક્રવારે પોતાના સમકક્ષ એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ સાથે મુલાકાત કરી હતી.

વાંગ કાબુલથી આજે સવારે સીધા દિલ્હી પહોંચી ગયા છે અને તેઓ અહીથી પાકિસ્તાન જવાના છે. યુક્રેન કટોકટીમાં જે રીતે ચીને સતત રીતે રશિયાનો સાથ આપ્યો છે તે સંદર્ભમાં આ મુલાકાત મહત્વની છે અને ભારત-ચીન વચ્ચે લદાખ સહિતના મુદે જે તનાવ છે તે વચ્ચે આ મુલાકાત મહત્વની બની રહે છે.

વાંગ દિલ્હીમાં વિદેશમંત્રી એસ.જયશંકર તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલને મળનાર છે. જયશંકરે આ મુલાકાત અંગે કહ્યું બન્ને દેશો વચ્ચેના લશ્કરી તનાવ વચ્ચે પણ વાટાઘાત ચાલુ જ રહી છે. જો કે હજું હમણા જ વાંગ એ જમ્મુ-કાશ્મીર અંગે જે વિધાનો કર્યા હતા તેને ભારતે નકારી કાઢવા ઉપરાંત સખત નારાજગી પણ વ્યક્ત કરી છે. ખાસ કરીને ઈસ્લામીક રાષ્ટ્રોની પરિષદમાં પાકને ખુશ કરવા સહિતના વિદેશમંત્રીએ આ વિધાનો કર્યા હતા.

ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે, અન્ય દેશોના આંતરિક વિવાદમાં પડવાનું ભારત પસંદ કરતુ નથી. આ માટે હોંગકોંગનું દ્રષ્ટાંત પણ આપ્યુ છે. છેલ્લે 2019માં ચીનના વિદેશમંત્રી ભારત આવ્યા હતા. આ મુકાબલામાં સરહદ પર તનાવ ઘટાડવા બન્ને દેશો સેના પાછળ હટાવે તે મુદા પર વાતચીત થઈ શકે છે.

ચીનના વિદેશમંત્રી વાંગ યુ નું વિમાન આજે સવારે કાબુલથી દિલ્હી આવી પહોંચ્યું ત્યાં સુધી બન્ને દેશો તરફથી કોઈ સતાવાર જાહેરાત થઈ ન હતી અને અગાઉ પણ આ મુલાકાતને કોઈ સતાવાર મહત્વ અપાયું નથી તે સૂચક છે. વાંગનું દિલ્હી વિમાની મથકે ભારત ખાતેના ચીની રાજદૂત તથા ભારત સરકારના પ્રોટોકોલ અધિકારીએ સ્વાગત કર્યુ છે જે ભારતની ચીન પ્રત્યેની નારાજગી દર્શાવે છે.

તો બીજી તરફ ચીની વિદેશ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય માંગ્યો છે પણ હજું સુધી આ મુલાકાત અંગે કોઈ જાહેરાત થઈ નથી. મોદી આજે ઉતરપ્રદેશમાં યોગી સરકારની શપથ વિધિમાં સામેલ થવાના છે.

 140 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved