October 6, 2022
October 6, 2022

ખોટા નિમણૂંક પત્રો આપી સિનિયર ક્લાર્કે પુત્રી, પુત્રવધૂને નોકરી અપાવી : 12 વર્ષે ભાંડો ફૂટ્યો

હિમતનગર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ, ખાતાકીય તપાસ પણ શરુ

સાબરકાંઠા જિલ્લા પંચાયતના સીનીયર કલાર્કે પુત્રી, પુત્રવધુને ખોટી નિમણુકના ઓર્ડર આપતા 12 વર્ષે બહાર આવતા હિમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિવૃત જિલ્લા શિક્ષણાધિકારી સહીત પાંચ સામે ફરિયાદ નોધાઇ છે, સાથે ખાતાકીય તપાસ પણ શરુ કરી દેવાઈ છે.

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની પંચેરીમાં ધરતીબેન કાન્તિભાઈ પટેલ અને ઇડર તાલુકાની હિંગળાજ પ્રાથમિક શાળામાં કિંજલબેન હરિભાઈ પટેલ બંને સંગીત શિક્ષકને પાંચ વર્ષ બાદ કાયમી કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં અરજી આવતા બંને શિક્ષકોને નિમંણુક પત્રો ખોટા હોવાનું બહાર આવતા ખાતાકીય તપાસ હાથ ધરાવમાં આવી છે. જેમાં પ્રાથમિક તપાસમાં પૂર્વ અને નિવૃત જિલ્લા શિક્ષણાધિકારી પી.એફ.પારધી, કચેરીના હેડક્લાર્ક એમ.એન.દવે, નિવૃત સીનીયર ક્લાર્ક હરિભાઈ કે પટેલે ભેગા મળી પુત્રી કિંજલબેન હરિભાઈ પટેલ અને પુત્રવધુ ધરતીબેન કાન્તીભાઈ પટેલના ખોટા નિમણુક પત્રો મેળવ્યાનું બહાર આવ્યું હતું.

જેને લઈને હિમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પૂર્વ શિક્ષણાધિકારી, હેડ ક્લાર્ક, નિવૃત સીનીયર ક્લાર્ક અને બે શિક્ષકા સહીત પાંચ સામે ફરિયાદ નોધાવી છે. તો તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સિનિયર ક્લાર્ક નિવૃત્ત થઈ ગયા છે. તથા હેડ કલાર્ક અન્યત્ર ફરજ બજાવે છે. જેને લઈને હવે પોલીસ પણ એક્શનમાં આવી છે. તપાસ શરૂ કરી દીધી છે પરંતુ આરોપીઓ હજુ પોલીસ પક્કડથી દુર છે.

 55 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved