ભાવનગરમાં PSI વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ
ભાવનગર શહેરમાં મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટરે પુરૂષ પોલીસ સબ ઈન્સ્પેકટર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરમાં એક મહિલા પીએસઆઇએ પુરુષ પીએસઆઇ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મહિલા પીએસઆઈનો આરોપ છે કે પુરૂષ પીએસઆઈએ ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરી પાંચ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
ભાવનગર બી ડિવીઝન પોલીસે મહિલા પીએસઆઈની ફરિયાદ નોંધી તપાસ સી ડિવીઝન પોલીસને સોંપવામાં આવી છે. પીએસઆઈએ મહિલા પીએસઆઈને પત્નીને છૂટાછેડા આપવાની વાત કરીને ફસાવી હતી. ત્યારબાદ મહિલા પીએસઆઈ સાથે સબંધ બાંધ્યા હતાં.
જોકે મહિલા PSIને નાટક કર્યાની જાણ થતા જ પીએસઆઈએ બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. બંને એક જ વતનના હોવાથી વર્ષ 2017થી પરિચયમાં આવ્યા હતાં.
133 , 2