February 1, 2023
February 1, 2023

ધારાસભ્ય મેવાણીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસે રાજ્યપાલને કરી રજુઆત

જીગ્નેશ મેવાણીની ધરપકડ બાદ સમગ્ર રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ધરપકડ આસામ પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડને પગલે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે શનિવારે રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળ્યું હતું. કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદન આપવાની સાથે સાથે, આ બાબતે હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. અગાઉ, કથિત ટ્વિટ માટે અપક્ષ ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી અને તેને આસામ લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીને સાંજે અમદાવાદથી ગુવાહાટી થઈને કોકરાઝાર લાવવામાં આવ્યા હતા અને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

મેવાણીના વકીલ મનોજ ભગવતીએ કહ્યું, “પોલીસે 14 દિવસની કસ્ટડી માંગી હતી, જેનો અમે વિરોધ કર્યો હતો. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા અને કહ્યું કે, આ સમયગાળા દરમિયાન તેમને કોકરાઝારની બહાર ક્યાંય લઈ જઈ શકાશે નહીં. આસામ કોંગ્રેસ દ્વારા મેવાણીના સહાયક તરીકે નિયુક્ત કરાયેલા ભગવતીએ જણાવ્યું હતું કે, મેવાણી દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

 185 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved