November 29, 2022
November 29, 2022

મેટ્રો ટ્રેન પર કોંગ્રેસનો સવાલઃ 18 વર્ષ જેટલો સમય વિત્યો તે માટે જવાબદાર કોણ?

પ્રોજેક્ટમાં ચાર ઘણો ખર્ચ પણ વધ્યો

અમદાવાદમાં આજે પીએમ મોદીએ અમદાવાદ મેટ્રો રેલની શરૃઆત કરાવી હતી. આની શરૃઆત થતા જ શહેરીજનોને પરીવહનની વધુ એક સેવાનો લાભ મળ્યો છે. એવામાં કોંગ્રેસે મેટ્રો રેલ પ્રોજેક્ટના વિલંબ અને પ્રોજેક્ટ ખર્ચને લઈને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાત કોંગ્રેસે સવાલ કર્યો છે કે પ્રોજેક્ટમાં 18 વર્ષનો વિલંબ અને પ્રોજેક્ટ ખર્ચમાં થયેલ ચાર ગણા વધારા માટે જવાબદાર કોણ છે?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે શહેરી નાગરીકોને મેટ્રો ટ્રેન- ઝડપી પરિવહન વ્યવસ્થા મળે તે આવકારદાયક બાબત છે. દેશમાં શહેરી વિકાસશ્રેત્રે આમૂલ પરિવર્તન ખાસ કરીને શહેરી નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે જવાહરલાલ નેહરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન (JNURM) કેન્દ્રની કોંગ્રેસ સરકારે યોજના લાગુ કરી હતી જે અન્વયે સમગ્ર દેશમાં ૧૫૧૭ પ્રોજેક્ટ દસ વર્ષમાં મજુર કરવામાં આવ્યા. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ તત્કાલીન યુપીએ સરકારના શાસનમાં મજુર કરવામાં આવ્યો હતો. હકીકતમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી જે તે સમયે ૨૦૦૪માં હોડીગ્સમાં મેટ્રો ટ્રેનના સપના દેખાડવામાં આવ્યા.

તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાતના એક માત્ર એવું રાજ્ય જ્યાં મેટ્રો ટ્રેનને જમીન પર ઉતરતા અને કાર્યરત થતા ૧૮ વર્ષ જેટલો લાંબો અધધ સમય લાગ્યો. જેના કારણે મેટ્રો ટ્રેનની શરૂઆતની પ્રોજેક્ટ કોસ્ટ ૩૫૦૦ કરોડ જાહેર કરવામાં આવી હતી તે પ્રોજેક્ટ કોસ્ટ આજે ચાર ગણા વધારા સાથે ૧૨૭૮૭ કરોડ જેટલી પહોંચી છે અને હજુ પ્રોજેક્ટનું કામ પૂર્ણત થયું નથી. મેટ્રો પ્રોજેક્ટમાં શરૂઆતથી જ ૪૫૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો. મેટ્રો પ્રોજેક્ટની કામગીરી સંભાળતી કંપનીએ આઈએલ એન્ડ એફએસએ નાદારી નોધાવી. શહેરી નાગરીકોને મેટ્રો ટ્રેન- ઝડપી પરિવહન વ્યવસ્થા મળે તે આવકારદાયક બાબત છે. વર્ષ ૨૦૦૪માં જાહેરાત, ૨૦૦૭માં હોડીગ્સમાં, ૨૦૧૨ ખાતમુહૂર્ત, ૨૦૧૯માં વિશ્વની સૌથી ટૂંકી મેટ્રો ટ્રેન રૂટનું ઉદ્ઘાટન અને ફરી ૨૦૨૨માં બીજા એક રૂટનું ઉદ્ઘાટન, આ ચુંટણી લક્ષી નજારો છે.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved