ધારાસભ્યએ બોમ્બે હાઈકોર્ટમાં કરી અરજી
આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને લઈને વિવાદ ઉભો થયો છે. રિયલ ગંગુબાઈનો પરિવાર અને કમાઠીપુરાના લોકો સતત નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. હવે કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું નામ બદલવા માટે અમીન પટેલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે.
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મમાં કાઠિયાવાડી સમુદાયની ખોટી છબી દર્શાવવામાં આવી છે. કમાઠીપુરા એક રેડ લાઈટ વિસ્તાર છે, જેને ફિલ્મમાં ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. ગંગુબાઈ કમાઠીપુરાની રાણી હતી.
ગંગુબાઈ કાઠિયાવાડીના પરિવારજનોનો દાવો છે કે મેકર્સે પૈસાના લોભમાં તેમના પરિવારને બદનામ કર્યો હતો. પરિવારના સભ્યોનું કહેવું છે કે ફિલ્મમાં સામાજિક કાર્યકર ગંગુબાઈ કાઠિયાવાડીને સેક્સ વર્કરના રોલમાં બતાવવામાં આવી છે. આવી સ્થિતિમાં આ બાબતથી પરેશાન પરિવારજનોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
61 , 1