દરોડા દરમિયાન કોકેન અને ચરસ જેવા પ્રતિબંધિત પદાર્થો મળી આવ્યા
હૈદરાબાદ પોલીસની ટાસ્ક ફોર્સની ટીમે રવિવારે વહેલી સવારે બંજારા હિલ્સની એક ફાઇવ સ્ટાર હોટલના પબમાં રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વીઆઈપી, અભિનેતા અને રાજકારણીઓના બાળકો સહિત લગભગ 144 લોકોની અટકાયત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેમાંથી કોકેન અને ચરસ જેવા પ્રતિબંધિત પદાર્થો મળી આવ્યા છે. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાં જાણીતા નેતા અને અભિનેતા સંતાનો હોવાની વાત સામે આવી છે.
મળતી વિગત મુજબ, પાર્ટીમાં પોલીસે ટોલીવુડ અભિનેતા નાગા બાબૂની પુત્રી અને અભિનેત્રી નિહારિકા કોનિડેલા અને ગાયક રાહુલ સિપ્લીંગજ સહિત 144 લોકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસે તેમને એક નક્કી સમય બાદ પાર્ટી કરવાના આરોપમાં કસ્ટડીમાં લીધા છે. પોશ બંજારા હિલ્સમાં રેડિસન બ્લૂ હોટલના પબ પર હૈદરાબાદ સિટી પોલીસની ટાસ્ક ફોર્સના કર્મીઓએ વહેલી સવારે ત્રણ કલાકે દરોડા પાડ્યા હતા. જે પરિસરમાંથી કોકીન અને અન્ય પ્રતિબંધિત પદાર્થ પણ મળી આવ્યા છે. પાર્ટી કરનારમાં આંધ્ર પ્રદેશ પોલીસના એક પૂર્વ ડાયરેક્ટર જનરલની પુત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના એક સાંસદના પુત્ર અને કેટલીક અન્ય પ્રસિદ્ધ હસ્તિઓના બાળકો પણ સામેલ છે.
#NiharikaKonidela coming out of Police Station.
— CHITRAMBHALARE.IN (@chitrambhalareI) April 3, 2022
She is one of those present at the Pudding and Wink Pub of Radisson Blu Hotel last night. pic.twitter.com/b6Go43LzAQ
જ્યારે પોલીસને કોકીનના કેટલાક પેકેટ મળ્યા અને ત્યાં દરોડા પાડ્યા તો પાર્ટી કરનારમાંથી કેટલાકે પેકેટ ફેંકી દીધા. પોલીસ જ્યારે પબમાં હાજર લોકોને બંજારા હિલ્પ પોલીસ સ્ટેશન લઈ ગઈ અને તેની પૂછપરછ કરી હતી. તેમાં ગાયક અને તેલુગુ રિયાલિટી શો બિગ બોસના વિજેતા રાહુલ સિપ્લીંગંજ (જે કસ્ટડીમાં લેવામાં આવ્યા લોકોમાં હતો) પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ડ્રગ્સ-ફ્રી હૈદરાબાદ’નો ભાગ હતો. તેણે અભિયાન દરમિયાન એક ગીત ગાયું હતું.
આ વચ્ચે નાગા બાબૂએ એક વીડિયો નિવેદનમાં કહ્યુ કે તેમની પુત્રી નિહારિકા ત્યાં હાજર હતી, પરંતુ તેણે કંઈ ખોટુ કર્યુ નથી. તેમણે કહ્યુ કે, પોલીસે સ્પષ્ટ કરી દીધુ કે તેની કોઈ ભૂલ નથી. સુપરસ્ટાર ચિરંજીવીના ભાઈ નાગા બાબૂએ કહ્યુ- અમારી અંતરાત્મા સાફ છે. નાગા બાબૂએ સોશિયલ મીડિયા અને મુખ્યધારાના મીડિયાને નિહારિકા વિશે ‘ખોટી અટકળો’ ન ફેલાવવાની અપીલ કરી છે.
Producer and actor @NagaBabuOffl garu clarified issue of his daughter Niharika garu and asked Media to dont speculate unwanted rumours pic.twitter.com/JZGaqkb3oT
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 3, 2022
કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાં પબની 33 મહિલાઓ અને કેટલાક સ્ટાફના સભ્ય સામેલ છે, જે પાર્ટીના સમય બાદ નિયમોનું ઉલ્લંઘન કરવા જોવા મળ્યા હતા. પબ કથિત રીતે પ્રતિબંધિત પદાર્થોની આપૂર્તિ માટે કુખ્યાત થઈ ગયું હતું અને બહારના લોકોને દારૂ પણ આપી રહ્યું હતું, પરંતુ તેની પાસે માત્ર હોટલના મહેમાનોની સેવા કરવાનું લાયસન્સ હતું.
126 , 2