September 27, 2022
September 27, 2022

શું તમને પણ વારંવાર ઉધરસ આવે છે? તો ન ખાવી આ વસ્તુઓ…

cough

નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈને ઉધરસ થતી હોય છે, ત્યારે ઉધરસ થવાનુ સૌથી મોટું કારણ પ્રદૂષણ છે. હાલ શહેરમા મોટા પ્રમાણમાં પ્રદૂષણ વધી રહ્યું છે. તેમજ કોઇપણ પ્રકારના મેડિકેશનના સાઇડ ઇફેક્ટના કારણે ઉધરસ થઇ શકે છે. એવામાં ગળું સૂકાઇ જવાના કારણે આપણે કઇ પણ ખાય શકતા નથી કે કઇ પી શકતા નથી, કારણકે ગળું છુલાઇ જાય છે. ઉધરસ દરમિયાન સૂપ, આદુ, મધ, વિટામીન સીથી ભરપૂર ખોરાક લેવો જોઇએ. તો કેટલાક એવા ફૂડ્સ હોય છે જેનું ઉધરસ દરમિયાન સેવન કરવાથી નુકસાન થાય છે. તો જાણો કેવી રીતે થાય છે અને કેવી રીતે ઉધરસને ઓછી કરી શકાય છે.

આવી રીતે વધે છે ઉધરસ

જાણકારી માટે જણાવી દઇએ કે સાઇટ્રસ એસિડથી ભરપૂર ફળ ઉધરસને વધારી શકે છે. એવામાં સાઇટ્રસ ફળોથી પૂર્ણ રીતે દૂર રહેવું જોઇએ. તેના બદલામાં પાણીથી ભરપૂર તરબૂજ, પાઇનેપલ સહિતનું સેવન કરવું જોઇએ. ફ્રાઇડ ફૂડ્સ ઉધરસમાં તમને નુકસાન પહોંચાડે છે. ચિપ્સ, ફ્રેંચ ફ્રાઇજ અને જંક ફૂડને ઉધરસમાં ન ખાવા જોઇએ. ઉધરસ દરમિયાન પ્રોસેસ્ડ ફૂડના સેવનથી બચવું જરૂરી છે. એવામાં વ્હાઇટ બ્રેડ, વ્હાઇટ પાસ્તા, બેક્ડ ફૂડ, ચિપ્સ સહિતનું સેવન કરવાની જગ્યાએ લીલા શાકભાજી અને પોષણ આપનારા પદાર્થનું સેવન કરવું જોઇએ.

આ રીતે કરો ઉધરસને ઓછી

તેની સાથે ઉધરસ દરમિયાન ગળું સૂકાઇ જાય છે. એવી અવસ્થામાં વધારેમાં વધારે પ્રમાણમાં ચંચળ પદાર્થ લેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ ચા, કોફી અને એનર્જી ડ્રિંક્સ પણ પ્રમાણસર પીવું જોઇએ. જણાવી દઇએ કે દૂધથી કફની સમસ્યા વધવાની સંભાવના છે. ઉધરસમાં દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ ખાવાથી ફેફસા તેમજ ગળામાં કફ એકઠો થયા છે. જેથી ઉધરસ સારી ન થાય ત્યાં સુધી દૂધથી દૂર રહેવું જોઇએ.

 118 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved