WHOએ આપી નવી ચેતવણી, નવો વેરિએન્ટ દેખાયો- નામ છે XE
ભારતમાં 31 માર્ચથી કોરોના નિયંત્રણો દુર કરી દેવામાં આવ્યા છે, જોકે માસ્ક અને સામાજિક અંતરનો નિયમ કેટલાંક રાજ્યોમાં મરજિયાત કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં લોકોએ જાતે માસ્ક પહેરવાનું છોડી દીધું છે. દરમિયાનમાં વિશ્વ આરોગ્ય સંથ્યા (WHO) દ્વારા નવેસરથી ચેતવણી આપવામાં આવી છે કે, કોરોનાનો નવે વેરિઅન્ટ કેટલાંક દેશોમાં મળી આવ્યો Xe એવુ નામ આપવામાં આવ્યું છે. અને તે ઓમિક્રોન કરતા 10 ગણું ઘાતક મનાય છે.
કોરોના વાયરસનો એક નવો મ્યુટેંટ વેરિઅન્ટ XE ઓમિક્રોનના સબવેરિયન્ટ BA.2 કરતાં લગભગ 10 ગણો વધારે સંક્રમિત હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. XE એ Omicron ના બે સબ લીનેજ BA.1 અને BA.2 નો રિકોમ્બિનેંટ સ્ટ્રેન છે. WHO એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી તેના ટ્રાન્સમિશન રેટ અને બીમારીના વ્યવહારમાં નોંધપાત્ર ફેરફાર જોવા નથી જોવા મળતો ત્યાં સુધી તેને ઓમિક્રોન વેરિઅન્ટ સાથે જોડીને જોવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, BA.2 ની તુલનામાં તેની ઇમ્યુનિટી ગ્રોથ રેટ 10 ટકા વધારે હોવાના સંકેત મળ્યાં છે. જો કે, તેની પુષ્ટિ માટે આંકડાઓની આવશ્યકતા છે. WHOનું કહેવું છે કે, BA.2 સબ વેરિઅન્ટ હવે સમગ્ર વિશ્વ માટે સૌથી મોટી ચિંતા બની ચૂક્યો છે કે જેના કેસોની સંખ્યા લગભગ 86 ટકા છે. તમને જણાવી દઈએ કે, XE સ્ટ્રેન પહેલી વાર UKમાં 19 જાન્યુઆરીએ જોવા મળ્યો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં 600 થી પણ વધારે XE નાં કેસની પુષ્ટિ થઈ ચૂકી છે.
WHO એ રિપોર્ટમાં કહ્યું કે, તેઓ XE જેવાં રિકોમ્બિનેંટ વેરિઅન્ટના જોખમ પર દેખરેખ રાખવાનું ચાલુ રાખશે અને તેની સાથે જોડાયેલા પુરાવાઓ સામે આવતાં જ તમને અપડેટ કરશે. XE સિવાય WHO એક અન્ય રિકોમ્બિનેંટ વેરિઅન્ટ XD પર પણ નજર રાખી રહ્યું છે કે જે ડેલ્ટા અને ઓમિક્રોનનું હાઇબ્રિડ છે. તેના મોટા ભાગના કેસ ફ્રાન્સ, ડેનમાર્ક અને બેલ્જિયમમાં જોવા મળ્યાં છે.
WHOએ કહ્યું કે, અત્યાર સુધી સામે આવેલા નવા પુરાવાઓ એ XD વધારે સંક્રમક છે અથવા તો તેનાથી વધારે ઘાતક પરિણામ સામે આવ્યાંની પુષ્ટિ નથી કરતા. આથી અત્યારે તેના વિશે ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી.
78 , 1