:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

મહાઠગ દંપતિઃ શેર બજારમાં નફાની લાલચ આપી 85 કરોડની ઠગાઈ, પોલીસે સુરતથી કરી ધરપકડ

top-news
  • 02 Jan, 2024

મુંબઈમાં થયેલી કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં પોલીસે ગુજરાતી કપલની સુરતની એક હોટેલમાંથી ધરપકડ કરી છે. આ કપલ ગોરેગાંવમાં ઓફિસ ચલાવતું હતું અને તેમનું નામ અશેષ મહેતા અને શિવાંગી મહેતા હોવાનું પોલીસે જણાવ્યું છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સિસ વિંગ દ્વારા અશેષ અને તેની પત્ની શિવાંગીની સુરતની એક લક્ઝુરિયસ હોટેલમાંધી ધરપકડ કરવામાં આવી હતી.

શેરબજારમાં DIFM નામની એપ દ્વારા રોકાણ કરાવવાનું કહી તગડો પ્રોફિટ કમાવવાની લાલચ આપી લોકોને ચૂનો લગાવનારા આ પતિ-પત્ની જૂન 2023થી ફરાર હતાં, જેમણે મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય ક્રિશ્ના હેગડે સહિત 166 ઈન્વેસ્ટર્સને 85.17 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.

અશેષ અને શિવાંગી સામે શરૂઆતમાં અંબોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જોકે એક મહિના બાદ તેની તપાસ ઈકોનોમિક ઓફેન્સિસ વિંગને સોંપવામાં આવી હતી. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ગુજરાતી પતિ-પત્ની સામે કલમ 420 અને 34 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉઈંઋખ દ્વારા અશેષ અને શિવાંગી પોતાના ક્લાયન્ટ્સ પાસે જે શેર્સની ખરીદ-વેચ કરાવતા હતા તેના પ્રોફિટમાં તેઓ 30 ટકા કમિશન લેતા હતા લેતા હતા, તેમજ નુક્સાનમાં પણ 30 ટકાની ભરપાઈ કરી આપતા હતા.

આ સિવાય તેમણે ક્લાયન્ટ્સને પોતાના રોકાણ પર મહિને અઢી ટકા વધારાનું કમિશન આપવાનો વાયદો કર્યો હતો. અશેષ અને શિવાંગી સામે ગુજરાત અને પંજાબમાં પણ ઠગાઈના કેસ થયા હોવાનું તેમની સામે ફરિયાદ નોંધાવનારા પૂર્વધારાસભ્ય ક્રિશ્ના હેગડેએ જણાવ્યું હતું. આ ઠગ દંપતીની પોલીસે ધરપકડ કર્યા બાદ તેમને બીજા દિવસે કોર્ટમાં હાજર કરીને પોલીસે તેમના 04 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

ઈકોનોમિક ઓફેન્સિસ વિંગના જોઈન્ટ કમિશનર નિશિથ મિશ્રાના જણાવ્યા અમનુસાર, આ ઠગ દંપતીના કુલ 11 અકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેમાં 148 કરોડ રૂપિયા જમા પડ્યા છે, આ સિવાય તેમની 16 કરોડ રૂપિયાની વેલ્યૂ ધરાવતી પાંચ પ્રોપર્ટી અને છ કરોડ રૂપિયાના શેર્સને પણ ફ્રીઝ કરાયા છે.

પોલીસે તેમની સામે કલમ 420 હેઠળ ગુનો નોંધવાની સાથે મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ્સ ઓફ ડિપોઝિટર્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધ્યો છે, જેમાં ઠગાઈ કરનારા વ્યક્તિની પ્રોપર્ટીને જપ્ત કરી તેની હરાજી કરી ઠગાઈનો ભોગ બનેલા લોકોને તેમના પૈસા પાછા આપવાની જોગવાઈ છે.એવી પણ ચર્ચા છે કે, અશેષ અને શિવાંગીએ છ હજાર જેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા, તેમણે કરેલી ઠગાઈનો આંકડો એક હજાર કરોડને પણ વટાવી શકે છે. આ કપલ જે ફર્મ ચલાવતું હતું તેનું નામ બ્લિસ કન્સલ્ટન્ટ્સ હતું, જે પોતાના ક્લાયન્ટ્સ પાસે ઉઈંઋખ નામની એક એપ ડાઉનલોડ કરાવતી હતી, અને તેના દ્વારા જ તેમની પાસેથી પૈસા લેવાતા હતા.

આ બેલેન્સ બ્લિસ કન્સલ્ટન્ટ્સના અકાઉન્ટમાં જમા થતી હતી, જેને તેઓ સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાની વાતો કરતા હતા. પોતાના પર કોઈને શંકા ના જાય તે માટે અશેષ અને શિવાંગી શરૂઆતમાં ક્લાયન્ટ્સને તગડો પ્રોફિટ આપતા હતા, જેમાંથી 30 ટકા કમિશન તેમને મળતું હતું. જોકે, ઈન્વેસ્ટર્સનો આંકડો વધતા તેમની પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને અશેષ અને શિવાંગી ગાયબ થઈ ગયાં હતાં.



ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎