:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

નવા વર્ષની શરૂઆતે જ બની સભ્ય સમાજને અપમાનિત કરતી ઘટના : છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓને છેડતીનો મામલો , ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા કડક આદેશ...

top-news
  • 03 Jan, 2024

શું રાજ્યમાં દીકરીઓ સલામત છે ? છોટાઉદેપુરમાં નવા વર્ષના બીજા દિવસેજ સમાજને લાંછન લગાવતી ઘટના સામે આવી. રોજ પીકઅપ વેનમાં અપ ડાઉન કરતી શાળાની વિદ્યાર્થિનીઓની  થોડે દૂર ગયા બાદ અચાનક વેન માં બેઠેલા શખ્સે ચાલુ વાહને છેડતી કરતા , બચવા માટે જાનની જોખમે બધીજ વિદ્યાર્થિનીઓ વેન માંથી કૂદી પડી . ચાલુ વાહનમાંથી કૂદકો મારતા વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત થઈ,તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા વધુ તપાસ અર્થે પોલીસ ત્યાં પહોંચી ગઈ છે. એટલું જ નહીં વાત ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચતા મામલામાં કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. 

છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓને છેડતીનો મામલો સામે આવ્યો છે. જેમાં 2 વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી મોટા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. નોંધનિય છે કે, નસવાડી-સંખેડા રોડ પર વિદ્યાર્થીનીઓની પીકઅપ વાનમાં છેડતી કરાઈ હતી. આ તરફ ઇસમોએ છેડતી કરતાં વિદ્યાર્થીનીઓ પીકઅપ વાનમાંથી કૂદી પડી હતી. જેમાં 2 બાળકીઓને વધુ ઈજા હોવાથી સંખેડાની હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. જ્યારે  પોલીસે પીકઅપ વાન ચાલક અશ્વિન ભીલની અટકાયત કરી છે. અને ડ્રાઈવરને ઈજા થવાથી તેને પણ હોસ્પિટલ લઈ જવાયો છે. ડ્રાઈવરના સાથીઓ પરેશ, કિરણ ફરાર થયા હોઇ પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ મામલામાં સંખેડા પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓના નિવેદન લેવામાં આવ્યા છે. 

સમાજના આગેવાન ધર્મેન્દ્ર સિંહ રાજપૂતે પણ આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, મને આ ઘટનાની જાણ થતાં ત્યાં પહોંચીને પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. આ મામલે અમે જુનાગઢ એસપી અને સંખેડા પોલીસ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે પણ આ તમામ આરોપીઓને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ સાથે તેમણે કહ્યું કે, વિદ્યાર્થીનીઓ મફત પાસની સગવડ છે છતાં પણ જો બસની કોઈ તકલીફ હશે તો તે અંગે પણ અમે રજૂઆત કરીશું.

બીજી બાજુ વિદ્યાર્થિનીઓની આમ ચાલુ વાહને છેડતીથી વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા વાલીઓની માગણી છે. વિદ્યાર્થિનીઓની છેડતીને લઈને રાજ્ય સરકાર પણ ગંભીર બની છે. જે બાદમાં હવે આ ઘટનાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ગંભીરતાથી નોંધ લીધી છે. અને  પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎