:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઈતિહાસમાં પહેલીવાર કોઈ સમલૈંગિકને ફાંસીની સજા: આરોપીની હદ અને માનસિકતા સમજની બહાર : ન્યાયાધીશ

top-news
  • 28 Feb, 2024

દેશના ઈતિહાસમાં માનવજાતિને કલંકરૂપ ઘટનામાં સમલૈંગિકે એક નિર્દોષ બાળકીની હત્યાના મામલે પહેલીવાર આકરી સજા ફટકારવાનો મામલો સામે આવ્યો છે.  મુંબઈની સેશન કોર્ટે  ત્રણ મહિનાની બાળકી પર સમલૈંગિકે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હતી . આ ઘૃણાસ્પદ  ઘટનાને અંજામ આપવા બદ્દલના  કેસમાં  કોર્ટે સમલૈંગિકને ફાંસીની સજા સંભળાવી છે.  ન્યાયાધીશ અદિતિ કદમે આ ચુકાદો સંભળાવ્યો છે.

તેમણે કહ્યું કે, ‘આજીવન કેદનો નિયમ છે અને મોતની સજા અપવાદ છે. આ અત્યંત ગંભીર ગુનો છે. આ સજા રેર ઓફ ધ રેરેસ્ટ કેસમાં ફટકારવામાં આવે છે. આ કેસમાં જે રીતે અમાનવીયતા અને બર્બરતા સામે આવી છે, તેથી આ દુર્લભ કેસ બની જાય છે. ’કોર્ટમાં 24 વર્ષના સમલૈંગિક વિરુદ્ધ નવજાત બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો કેસ ચાલી રહ્યો હતો. તેણે 2021માં મુંબઈના કાફે પરેડ વિસ્તારમાં આ બિભત્સ ઘટનાને અંજામ આપ્યો હતો.

કોર્ટમાં સમલૈંગિક વ્યક્તિને સજા સંભળાવી, ત્યારે તેના ચહેરા પર કોઈપણ પ્રકારનો ભાવ ન હતો અને તે ચુપચાપ ઉભો રહ્યો હતો. હવસખોર સમલૈંગિક વ્યક્તિનો શિકાર બનેલી બાળકીના માતા-પિતા અને પરિવારના કેટલાક સભ્યો કોર્ટમાં પહોંચ્યા હતા. બાળકીના પિતાએ કહ્યું કે, આ મામલે કોર્ટે તુરંત કાર્યવાહી આગળ વધારી. અમે કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ છીએ.

મળતા અહેવાલો મુજબ બાળકીના જન્મ બાદ સમલૈંગિક વ્યક્તિ પ્રથા મુજબ પરિવાર પાસે ગિફ્ટ માંગવા આવી ગયો હતો, પરંતુ પરિવારે તેને શુકન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન તેનો પરિવાર સાથે ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો સુઈ રહ્યા હતા ત્યારે તે છુપાઈને ઘરમાં આવી બાળકીને ઉઠાવી લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેની હત્યા કરી લાશને એક નહેરમાં ફેંકી દીધી હતી. પૉક્સો કોર્ટના ન્યાયાધીશએ કહ્યું કે, આ કોલ્ડ બ્લડેડ મર્ડર હતું.

ન્યાયાધીશે કહ્યું કે, ‘આ એક એવો ગુનો છે, જેનાંથી કોઈપણ બાળકીના માતા-પિતા આઘાતમાં આવી જાય. આરોપીના મગજમાં કયા હદ સુધી ઝેર ભર્યું હતું અને તેની માનસિકતા શું હશે? તે પણ સમજની બહાર છે. આ કેસ ફાંસીની સજા માટે યોગ્ય છે. આરોપીએ ઘૃણાસ્પદ ગુનો આચરવા પહેલેથી જ યોજના બનાવી રાખી હતી. ત્યારબાદ તેણે ખૂબ જ ખરાબ અને બર્બરતા પૂર્વક અંજામ આપ્યો. આ મામલે બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી હતી. જોકે કોર્ટે આ કેસમાં એક અન્ય વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎