:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

યુવતોને ફસાવી સ્ત્રીબીજ લઇ લેવાનો કિસ્સોઃ આખરે મહિલા હેલ્પ લાઇને કરી હેલ્પ...

top-news
  • 15 Apr, 2024

અમદાવાદ શહેરમાં પરપ્રાંતની બે યુવતીઓને મોહજાળમાં ફસાવીને તેમના સ્ત્રી બીજ લઇ લેવાના કિસ્સા બની રહ્યાં છે. જો કે એક કિસ્સામાં મહિલા એજન્ટે નક્કી કરેલી રકમ ન આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો ત્યારે આ સમગ્ર ચોંકાવનારી માહિતી બહાર આવી કે મહિલાઓને દેહ વેચવાની  સાથે હવે સ્ત્રીબીજ પણ વેચવાની  લાચારીમાંથી પસાર થવુ પડી રહ્યું છે.

ચોંકાવનારા કિસ્સાની વિગત જોઇએ તો, શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીજીમાં રહેતી 23 વર્ષીય બે યુવતીને સોશિયલ મીડિયા મારફતે મિત્ર બનાવવાનો કડવો અનુભવ થયો છે. નાનકડા ગામડામાં રહેતી બંને યુવતી અમદાવાદમાં રૂપિયા કમાવા માટે આવી હતી. પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે કેર ટેકરનું કામ કરતી હતી. 

આ દરમિયાનમાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં બંને સ્ત્રી બીજ વેચવાના કૌભાંડીઓની જાળમાં ફસાઈ ગઈ હતી. આ મામલે સોલા પોલીસને જાણ થઇ હતી પરંતુ પીડિતાએ ફરિયાદ નોંધવાનો ઇનકાર કરતા સોલા પોલીસે કાયદેસરના પગલા ન ભર્યા અને બંને પીડિતાને તેમના રૂપિયા મહિલા એજન્ટ પાસેથી ન અપાવ્યા. ઉપરાંત, મહિલા એજન્ટને જવા દીધી હતી. પીડિતાઓએ 181 અભયમની ટીમને જાણ કરતા ટીમે આ યુવતીઓને તેમના રૂપિયા પરત અપાવ્યા હતા. 

પીજીમાં રહેતી બંને યુવતીને ઈન્સ્ટાગ્રામ પર એક મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. તે સ્વીકાર્યા બાદ મહિલા અને યુવતીઓ વચ્ચે મિત્રતા થઈ હતી. આ મહિલાએ બંને યુવતીઓને હાઇફાઇ કોફી શોપમાં મળવા બોલાવી હતી. મહિલા મોંઘાદાટ ફોન અને કપડાં પહેરીને મળવા આવતી હતી. તેથી ગામડાની બંને યુવતીઓ તેને જોઇને મોહિત થઈ ગઈ હતી. એક દિવસ મહિલાએ બંને યુવતીઓને તેના જેવી લાઇફ સ્ટાઇલ જીવવા માટે પૂછતા યુવતીએ હા પાડી હતી. મહિલાએ સ્ત્રી બીજ વેચીને રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. 

મહિલા પોતે પણ આ જ કામ કરીને હાઇફાઇ લાઇફ જીવતી હોવાનું કહીને પોતાની વાતમાં યુવતીઓને ફસાવી દીધી હતી. એક દિવસ બંને યુવતીને નોકરીએ રજા હતી ત્યારે મહિલાએ બંનેને પૂર્વ વિસ્તારમાં સોનોગ્રાફી સહિતના બીજા જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવા લઈ ગઈ હતી. બીજા દિવસે મહિલાએ આવીને બંને યુવતીઓને સ્ત્રી બીજ બનાવવાના ઇન્જેક્શન આપ્યા હતા.

થોડા દિવસ બાદ બીજ ફલિત થઈ જતા બન્ને યુવતીને છત્તીસગઢ એકલા મોક્લી આપીને યુવતીઓની બેહોશ કરીને સર્જરી કરીને સ્ત્રી બીજ કાઢી લીધા હતા. બાદમાં યુવતીઓએ રૂપિયા માગતા ડોક્ટરે તમારા એજન્ટને રૂપિયા આપી દીધા છે તેમ કહ્યું હતું. જોકે મહિલા એજન્ટે બંને યુવતીઓને રૂપિયા ન આપ્યા અને તેમના નંબર પણ બ્લોક કરી દીધા હતા. આખરે યુવતીઓએ મહિલા એજન્ટના બોયફ્રેન્ડને મેસેજ કરતા તે ગુસ્સે થઇને પીજીમાં આવીને ઝઘડો કરવા લાગી હતી. 

ગભરાયેલી બંને યુવતીએ 100 નંબર પર પોલીસને ફોન કર્યો હતો. 181 અભયમને પણ બનાવ અંગેની જાણ કરી હતી.  બાદમાં બંને યુવતીઓ અને મહિલા એજન્ટને સોલા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સોલા પોલીસે આ ગંભીર મામલાની ફરિયાદ નોંધવાને બદલે મહિલા એજન્ટને જવા દીધી હતી. યુવતીઓને પણ રવાના કરી દીધી હતી. અભયમની ટીમે માનવતા દાખવીને યુવતીઓને તેમના રૂપિયા અપાવ્યા હતા.

મહિલા એજન્ટે એક સ્ત્રી બીજના રૂ. 16 હજારથી 20 હજાર અપાવવાની વાત કરીને બંને યુવતીઓને જાળમાં ફસાવી હતી. બંને યુવતીઓ પોતાનું સ્ત્રી બીજ આપવા માટે તૈયાર થઇ જતા બંનેના પૂર્વ વિસ્તારમાં મેડિકલ રિપોર્ટ તથા તપાસ પણ કરાવાઇ હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎