:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વસ્ત્રાપુરમાં જૂથ અથડામણ: વૃદ્ધાનું મોત, સાતને ઈજા મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો...

top-news
  • 25 Apr, 2024

અમદાવાદના વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્ધાર મામલે છેલ્લા કેટલાય સમયથી આંતરિક વિગ્રહ ચાલી રહ્યો હતો. સામસામે રહેતા બે જૂથો વચ્ચે પત્રિકામાં નામ છપાવવા બાબતે મતભેદ હતા. શાંતિથી મામલો ઉકેલવાના બદલે વધુ વણસી ગયો , અને વિવાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં બે જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો.અને આ પથ્થરમારા માં નિર્દોષ લોકોને ભોગ આપવો પડ્યો જેમાં એક વૃદ્ધાનું મોત થયું છે. જ્યારે સાત લોકોને ઈજા પહોંચી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરાંત વૃદ્ધાના મોત તથા પથ્થરમારા મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

પથ્થરમારાની ઘટના અંગે ઝોન 1 ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, બે જૂથ વચ્ચે મંદિરના જીર્ણોદ્ધારમાં પત્રિકામાં નામ છાપવા બાબતે કેટલાક સમયથી આંતરવિગ્રહ ચાલી રહ્યો હતો.આજે આ વિગ્રહ વધારે ઉગ્ર બનતા બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. જેમાં એક મહિલાનું મોત થયું છે. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવશે. 

બનાવની વધુ વિગત મુજબ વસ્ત્રાપુરમાં આવેલા ભરવાડવાસમાં એક મંદિરનો જીર્ણોદ્ધાર પ્રસંગ યોજાવવાનો છે. આ પ્રસંગમાં પત્રિકામાં નામ છાપવા બાબતે બે જૂથ વચ્ચે આંતરવિગ્રહ ચાલી રહ્યો હતો. આજે આ મામલો ઉગ્ર બન્યો જેમાં બે જૂથ સામસામે થઈ ગયા અને વાત એટલી હદે વણસી કે બંને જૂથોએ પથ્થરમારો ચાલુ કરી દીધો. આ પથ્થરમારાની ઘટના જુથો વચ્ચે ચાલી રહી હતી ,પરંતુ તેનો ભોગ નિર્દોષને આપવો પડયો અને એમાં સાત લોકોને ઇજા પહોંચી , જ્યારે એક 70 વર્ષના નેવીબેન મેવાડા નામના વૃદ્ધાનું મોત થયું છે.

બનાવની જાણ થતાં ડીસીપી,એસીપી,પીઆઇ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.પોલીસે સ્થળ પરથી લોકોને દૂર કર્યા છે અને ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.આ ઉપરાંત ઘાયલ લોકોને સારવાર માટે વસ્ત્રાપુરની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસે તમામ લોકોને હોસ્પિટલ પાસેથી પણ દૂર ખસેડ્યા છે.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે તથા મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎