:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

હજીરા સાયણ રોડ પરથી 30 કિલો ગાંજા સાથે બેની અટકાયત : ગાંજો મોકલનાર -મગાવનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર..

top-news
  • 27 Apr, 2024

ગુપ્ત બાતમીના આધારે આજે સુરત પોલીસ દ્વારા બે યુવકોની ધરપકડ કરી હતી,  પોલીસ વોચ ગોઠવીને હજીરા હાઇવે પર બેઠી હતી એ સમયે બે યુવાનો  ડ્રગ્સ સાથે બાઇક ડિલિવરી કરવા જઈ રહયા હોવાની માહિતી ના આધારે તેમણે પૂછપરછ માટે રૉકવામાં આવ્યા હતા . તપાસ કરતાં તેમની પાસે થી ડ્રગ્સ સહિત વિવિધ મુદ્દા માલ મળ્યો હતો. 

બનાવની વિગત મુજબ સુરતના હજીરા સાયણ રોડ પર વરીયાવ ગામ જકાતનાકા પાસેથી ગાંજાના જથ્થાની હેરાફેરી થતી હતી. જેથી 17 વર્ષના કિશોર સહિત બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે. પોલીસે બન્ને પાસેથી 30 કિલો 300 ગ્રામ ગાંજાનો જથ્થો તથા બાઇક મળી હતી. કુલ રૂપિયા 3.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગાંજો મોકલનાર અને મગાવનાર બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે.

હજીરા સાયણ રોડ પર વરિયાવ ગામ જકાતનાકા પાસેથી એક જીજે.5.પીએક્સ.1757 નંબરની બાઈક પર 17 વર્ષનો છોકરો અને અન્ય એક વ્યક્તિ ગાંજાની જથ્થાની હેરાફેરી કરે છે. આ બાતમીના આધારે વરિયાવ જકાતનાકા પાસે ગોકુલ ફાર્મની બાજુમાંથી પસાર થતા રોડ ઉપર ક્રાઇમ બ્રાન્ચે સાંજે 5:00 વાગ્યાના અરસામાં વોચ ગોઠવી હતી. બાતમીમાં વર્ણન વાળી બાઇક નજરે પડતા જ પોલીસે તેના અટકાવી હતી. બાઈક ચાલકની પૂછપરછ કરતા તેને પોતાનું નામ શાંતનુ નરેન્દ્ર જૈન હોવાનું જણાવ્યું હતું. 

શાંતનુ જૈન આ ઉપરાંત તેની સાથે 17 વર્ષનો કિશોર પણ મળી આવ્યો હતો. બન્નેની તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા 3.03 લાખનો ૩૦ કિલો 300 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે બંને પાસેથી બે મોબાઈલ પણ જપ્ત કર્યા હતા. પોલીસે બંને પાસેથી ગાંજાનો જથ્થો બે મોબાઈલ, રોકડા રૂપિયા 310 અને રૂપિયા 50,000ની બાઈક મળી કુલ રૂપિયા 3.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત પોલીસે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર તથા મંગાવનાર એમ બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎