:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

નશાબંધીની ઓફિસમાંથી ચરસનો વેપાર : ડ્રગ્સની ચોરી કરી વેચવાનો પ્રયાસ, 10 વર્ષની કેદ...

top-news
  • 30 Apr, 2024

આજનું યુવાધન દેખાદેખી કરવાને મામલે બધાને પાછળ છોડી દે છે. એ કારણે તેઓ  આધળું અનુકરણ પણ કરતા હોય  છે. તેમને કેટલીક વાર ખબર પણ નથી પડતી તેમનું આ અનુકરણ તેમને ક્યા લઈ જશે ?? આવા સમયે આજની યુવા પેઢીને સમજવવા સિવાય બીજો વિકલ્પ નથી હોતો. કોઈ પણ વસ્તુનો નશો એ  એવી વસ્તુ છે કે જેની આદત ક્યારે લાગી જાય છે. તેની વ્યક્તિને પોતાને ખબર પણ પડતી નથી,અને તેને કારણે તે બીજા ગુનાખોરીમાં પણ સડોવાઈ જતાં હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો ,જેમાં નશાબંધીની ઓફિસ માંથી જ ડ્રગ્સની ચોરી થવાની ઘટના બની હતી. 

નશાબંધી અને આબકારી ઓફિસમાંથી 1.750 ગ્રામ ચરસનો જથ્થો ચોરીને વેચવાનો પ્રયાસ કરનારા આરોપીને સ્પે. કોર્ટે 10 વર્ષ કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, માદક પદાર્થનો ઉપયોગ એક સામાજિક દૂષણ છે અને સમાજને કોરી ખાય છે. માદક પદાર્થની હેરાફેરી દેશના અર્થતંત્રને વિપરીત અસર કરે છે. ઉપરાંત દેશના યુવાનો તથા ભાવિ પેઢી માટે હાનિકારક છે અને રાષ્ટ્રની સંપત્તિનો નાશ કરે છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી સજા કરવી ન્યાયોચિત જણાય છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, ચરસ ચોરી કરવાનો કેસ સાબિત ન થતા આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે જ્યારે ડ્રગ્સ કેસમાં સજા થઈ છે. 

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમે 28 જુલાઈ 2019ના રોજ રાજન બાબુભાઇ દંતાણી નામના શખ્સને 1.750 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપ્યો હતો. ક્રાઈમની ટીમે આરોપીની પૂછપરછ કરતા આ ચરસનો જથ્થો ઘરની પાછળ આવેલા સીપીડી વેરહાઉસમાંથી ચોરી કર્યો હતો. જેથી એસઓજીની ટીમ નશાબંધી અને આબકારીના શાહપુરના વેરહાઉસ પર પહોંચી હતી. નશાબંધીના અધિકારીઓને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. રાજને વેરહાઉસનું તાળું તોડી ચરસની ચોરી કરી હતી. જે તે સમયે નશાબંધીના અધિકારીઓને પણ આ ક્યાં મુદામાલની ચોરી થઈ છે તેની જાણ નહોતી. બાદમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના મુદામાલની ચોરી કરી હોવાનો રેકર્ડ મળતા રાજન સામે ચોરીની ફરિયાદ શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ઉપરાંત NDPS એક્ટ હેઠળ પણ રાજન સામે અલગ કેસ કરવામાં આવ્યો હતો. 

ચોરીનો કેસ પુરવાર ન થતા આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હતો જ્યારે ડ્રગ્સ કેસ ચાલતા સરકારી વકીલે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીના કૃત્યને કારણે યુવા ધન ડ્રગ્સના રવાડે ચઢી રહ્યું છે, આરોપી પાસેથી જ મુદ્દામાલ મળ્યાનું સાબિત થાય છે ત્યારે આવા આરોપીને સખતમાં સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી રાજન દંતાણીને 10 વર્ષ કેદની સજા ફટકારી છે.

નશાબંધીના ગોડાઉનમાંથી ચરસની ચોરી થઇ હોવા છતાં ક્રાઇમ બ્રાન્ચે તેમની તપાસમાં નશાબંધીની ઓફિસના એક પણ કર્મચારીને સાક્ષી તરીકે ચાર્જશીટમાં દર્શાવ્યો ન હતો. જેથી આરોપી તરફે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી સામે નશાબંધીના ગોડાઉનમાંથી ચરસ ચોરીનો આરોપ છે, પરંતુ નશાબંધી ખાતાના કોઇ જ કર્મચારીનું નિવેદન લેવામાં આવ્યું નથી અને કોઇ સાક્ષી પણ નથી ત્યારે ખરેખર મુદ્દામાલ ક્યાંથી આવ્યો તે સાબિત થતું જ નથી તેથી નિર્દોષ છોડવો જોઇએ.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎