:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

NDRFના ઈન્સ્પેક્ટરના ઘરમાં જ ચોરી: રિવોલ્વર, 6 કારતૂસ મળીને 1.91 લાખ ગાયબ..

top-news
  • 03 May, 2024

શહેરમાં રોજ - બરોજ ચોરીની ઘટના બનતી હોય છે, એમાંય વળી જો મકાન બંધ હોય તો ચોરીની વાત સામાન્ય થઈ છે. એવીજ એક ઘટના હાલમાં રામોલ વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ  શહેરના રામોલના શિવઆનંદ બંગલોઝમાં રહેતા NDRFમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અરૂણકુમારનો પરિવાર નોકરીને લીધે પોતપોતાની ફરજના સ્થળે હાજર હતા તે દરમિયાન તસ્કરો સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને સર્વિસ રિવોલ્વર સહિત 6 જીવતા કારતૂસ મળીને કુલ રૂપિયા 1.91 લાખની મત્તાની ચોરી ગયા છે. આ મામલે NDRFમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અરૂણ કુમારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.

NDRFમાં ફરજ બજાવતા અરૂણકુમાર(ઉ.વ.49)નું મકાન વસ્ત્રાલમાં છે. ગત 10 એપ્રિલે મકાન બંધ કરીને પડોશીને મકાનની ચાવી આપીને વડોદરા ડ્યૂટી પર ગયા હતા. બુધવારે સવારે અરૂણકુમાર તેમની ફરજ પર હાજર હતા, તે સમયે તેમના પડોશીનો ફોન આવ્યો અને કહ્યું કે,તમે ઘરે આવ્યા છો? ત્યારે અરૂણકુમારે કહ્યું કે, હું, મારી પત્ની કે મારી દીકરી કોઈ પણ ઘરે આવ્યા નથી.ત્યારબાદ પડોશી ભરતભાઇએ ઘરમાં જઈને જોયું તો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. 

જેથી પડોશીએ અરૂણકુમારને ફોન કરીને બોલાવ્યા હતા. આવીને તપાસ કરી તો ઘરમાં સામાન વેરવિખેર હતો.અને બીજા માળે જોયું તો તિજોરીઓ પણ ખુલ્લી હતી અને તેમાં રહેલા દાગીના, રોકડ રકમ અને તેમની લાઈસન્સવાળી રિવોલ્વર અને 6 જીવતા કારતૂસ સહિત કુલ રૂપિયા 1.91 લાખની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. બાદમાં અરૂણકુમારે છત્તીસગઢમાં ફરજ પર હાજર તેમની પત્નીને બનાવ અંગે જાણ કરી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરતા રામોલ પોલીસે તપાસ કરીને ઘરફોડ ચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.  

NDRFમાં ઇન્સ્પેક્ટર તરીકે વડોદરામાં ફરજ બજાવતા અરૂણકુમારનું મકાન રામોલના વસ્ત્રાલ નજીક આવેલા શિવઆનંદ બંગલોઝમાં આવેલું છે અને ઇન્સ્પેક્ટરના પત્ની CRPFમાં આસિ. કમાન્ડન્ટ તરીકે છત્તીસગઢમાં ફરજ બજાવી રહ્યા છે. દંપતીની દીકરી રાજસ્થાનમાં અભ્યાસ કરે છે. વસ્ત્રાલમાં આવેલા મકાનની એક ચાવી દંપતી પાસે રહેતી હતી. બીજી ચાવી પડોશી પાસે મૂકીને જતા હતા. જેથી પડોશી સમયાંતરે મકાન ખોલીને તેમાં સાફ સફાઈ કરાવી દેતા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎