શર્મનાક!! 18 વર્ષની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું રાજસ્થાનનામાં ત્રણ છોકરાઓએ ત્રાસ આપ્યો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan03052024_130334_1-5.webp)
- 03 May, 2024
રાજસ્થાનનામાં એક શર્મનાયક અને આઘાતજનક ઘટના સામે આવી હતી, પ્રાપ્ત માહિતી મુજબ 18 વર્ષની યુવતી સાથે ત્રણ નરાધમ યુવાનોએ તેનું અપહરણ કરીને તેને બળજબરીથી હોટલમાં લઈ ગયા ત્યાર બાદ ત્યાં તેઓએ તેણીને કલાકો સુધી ત્રાસ આપ્યો, તેણીનો વીડિયો બનાવ્યો અને બાદમાં તેણીને ઝેર પીવા દબાણ કર્યું. તેથી તે બેભાન બનતા નિર્જન સ્થળે ફેંકી દેવામાં આવી. કોઈ અજાણી વ્યક્તિએ તેને હોસ્પિટલમાં દાખલ કરી. ત્યાં તેણે પોલીસ અને પરિવારને તેની સાથે થયેલી ક્રૂરતા વિશે જાણ કરી અને પછી તેણે પોતાનો જીવ ગુમાવ્યો. બનાવ અંગે સરદારનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
મીડિયા સૂત્રોના રિપોર્ટ આધારે પોલીસે જણાવ્યું હતું કે છોકરીના કાકાએ કેસ નોંધ્યો છે. યુવતી બી.એડનો અભ્યાસ કરતી હતી, તે તારાનગર વિસ્તારમાંથી કોલેજ ભણવા જતી હતી. 30 એપ્રિલે જ્યારે તે ઘરેથી નીકળ્યળી બાદ પાછી આવી ન હતી. તે પછી રાત્રે તે હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીના કાકાએ જણાવ્યું હતું કે મહેશ કુમાર નામનો એક વ્યક્તિ યુવતીને તેના બે મિત્રો સાથે બળજબરીથી લઈ ગયો. તેઓ તેને રતનગઢ રોડ પરની એક હોટલમાં લઈ ગયા અને તેની સાથે ઘણી વખત દુષ્કર્મ આચર્યું. તે પછી તેને કંઈક પીવા માટે આપવામાં આવ્યું, જે ઝેર હતું.
યુવતીને પહેલા સરદાર શહેર વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી તેને બીકાનેર જિલ્લામાં રીફર કરવામાં યકતા યુવતીને બીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે લાશ પરિવારને સોંપી દીધી છે. આ ઘટના અંગે હવે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓને શોધી રહી છે
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ