:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

શહેરમાં આપઘાતોના બનાવોમાં નોંધનીય વધારો : પૂર્વ વિસ્તારમાં મહિનામાં 35 લોકોએ જિંદગી ટુકાવી ...

top-news
  • 06 May, 2024

શહેરમાં હાલમાં નજીવી બાબતે જીવન ટુંકાવી દેવાના ઘટનાઓમાં અચાનક વૃદ્ધિ થઇ રહેલી જૉવા મળી રહી છે, જેમાં ખાસ કરીને અમદાવાદના  પૂર્વ વિસ્તારમાં છેલ્લાં એક જ મહિનામાં અલગ અલગ કારણોસર 35 લોકોએ આપઘાત કર્યાના ચોકવનારા સમાચાર સામે આવ્યા હતા . મોટાભાગના બનાવોમાં આત્મહત્યા પાછળનું કારણ  ઘરકંકાસ, પ્રેમ પ્રકરણ, પૈસાની લેતીદેતી અથવા તો શારીરિક-માનસિક બીમારી હોવાનું જાણવા મળ્યું છે.  જેની વિગતો  વિગતવાર રીતે  શહેર પોલીસના ચોપડે નોંધાઈ હતી . 

જે મુજબ નરોડામાં 68 વર્ષીય તરુણાબેન આહિરે 31 માર્ચે કોઇ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. સરદારનગરમાં 19 વર્ષીય મહેશભાઇ નટે અગમ્ય કારણોસર 31 માર્ચે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. કાગડાપીઠમાં રહેતી 17 વર્ષીય સગીરાએ 3 એપ્રિલે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. નરોડામાં રહેતા 22 વર્ષીય મુકેશ મેઘવાલે 4 એપ્રિલે કોમ્પલેક્સના મોબાઇલ ટાવરની દીવાલે ફાંસો ખાધો હતો. 

બાપુનગરમાં રહેતા 30 વર્ષીય આકાશ પ્રજાપતિએ 5 એપ્રિલે અગમ્ય કારણોસર રસોડામાં પંખા સાથે દોરી બાંધીને ફાંસો ખાધો હતો. ઓઢવમાં રહેતા 85 વર્ષીય તેજપાલસિંહ ચૌહાણે 5 એપ્રિલે ફાંસો ખાધો હતો. ઓઢવમાં 34 વર્ષીય મુકેશભાઇ તિવારીએ 6 એપ્રિલે પંખા સાથે ગળાફાંસો ખાધો હતો. અમરાઇવાડીમાં 25 વર્ષીય પ્રેમસિંહ રાજપૂતે 6 એપ્રિલે પંખા સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.

અન્ય બનાવોમાં રામોલમાં રહેતા 19 વર્ષીય કપિલભાઇ ડોડિયાર 7 એપ્રિલે ઇમ્પિરિયલ કોમ્પ્લેક્સમાં દરવાજાની પટ્ટી સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાધો હતો. નરોડામાં 26 વર્ષીય હિતેન્દ્રસિંહ રાજપૂતે 7 એપ્રિલે ગળેફાંસો ખાધો હતો. માધવપુરામાં રહેતા 38 વર્ષીય વિક્રમભાઇ રાઠોડે 7 એપ્રિલે પોતાના ઘરે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. શાહીબાગમાં રહેતા 22 વર્ષીય મહેશભાઇ પટણીએ  26 માર્ચે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. બાપુનગરમાં રહેતા 33 વર્ષીય અનિલભાઇ પટણીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત થયું હતું. ઓઢવમાં રહેતા 30 વર્ષીય વેકેટેશ મંદાપાટીએ પોતાની ઓફિસમાં ફાંસો ખાધો હતો. નારોલમાં 45 વર્ષીય નરેશભાઇ બંગાળીએ 12 એપ્રિલે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો.

ઓઢવમાં 28 વર્ષીય શરદકુમાર મારૂએ 15 એપ્રિલે છતના હુક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાધો હતો. નારોલમાં 23 વર્ષીય અમિતકુમાર યાદવે 15 એપ્રિલે ફાંસો ખાધો હતો. શહેર કોટડામાં 49 વર્ષીય મનુભાઇ ચૌહાણે 16 એપ્રિલે ઘરે ફાંસો ખાધો હતો. કૃષ્ણનગરમાં 22 વર્ષીય હર્ષિતાબેન ઠાકુરે 9 એપ્રિલે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત થયુ હતું. બાપુનગરમાં 23 વર્ષીય ગોવિંદભાઇએ 16 એપ્રિલે છતના હુક સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો. અમરાઇવાડીમાં 18 વર્ષીય અશ્વિનભાઇ પરમારે  17 એપ્રિલે ફાંસો ખાધો હતો.

આમ પૂર્વ અમદાવાદમાં માર્ચથી એપ્રિલ મહિના સુધીમાં ૩૫ લોકોએ આપઘાત કર્યા છે તેમાં સૌથી વધુ યુવાનોએ કોઈના કોઈ કારણોસર આપઘાત કર્યા છે.જેમાં ૧૪ યુવાનોએ આપઘાત કર્યા છે ત્યારે 3 વૃદ્ધ-3, 1 સગીર અને ૧૮થી ૧૯ વર્ષની વચ્ચેના 3 તરુણનો સમાવેશ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎