:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

રૂપિયા ઉઠાવવાની ગઠીયાઓની નવી તરકીબ: ATMમાં જઈને રેફરન્સ નંબર નાખે છે ...

top-news
  • 08 May, 2024

સમગ્ર દુનિયામાં વધી રહેલી મોંઘવારીને પહોંચી વળવા ,ઈમાનદારીથી  પૈસા કમાવવું અઘરું બનતું જાય છે.તેથી સામાન્ય માનવી  માટે ચોરી, છેતરપિંડી જેટલો સહેલો બીજો કોઇ રસ્તોન હોઇ શકે . તેમાંય વળી ઓનલાઈન લેવડ દેવડના વધતાં ચલણને પગલે હાલમાં ઓનલાઈન ફ્રોડની ઘટનામાં પણ વૃદ્ધિ થયેલી જોવામાં આવી રહી છે. રોજ અવનવા ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં નિવૃત્ત ઈન્કમટેક્ષ મુખ્ય કમિશનર સાથે થયેલી  ઓનલાઈન ફ્રોડની ઘટનામાં ગાંઠિયાઓ  ATMમાં જઈ રેફરન્સ નંબર નાંખી રૂપિયા ઉઠાવવી ગયા હતા. 

મળતી વિગત મુજબ ઈન્કમટેક્ષના નિવૃત્ત  મુખ્ય  કમિશનરને દિલ્હીથી પેન્શન ઓફિસર બોલતો હોવાનો ફોન કરીને શખ્સે પર્સનલ પેન્શન ઓર્ડર રિન્યુ કરવાનું કહીને કેટલીક પ્રોસેસ કરાવી હતી. બેંકની એપ્લિકશન અપડેટ કરાવીને ફરિયાદીને એટીએમ મશીનમાં મોકલીને ત્રણ વખત રેફરનસ નંબર નંખાવ્યો હતો.ત્યારબાદ અધિકારીના એકાઉન્ટમાંથી રૂ.૧૦.ર૦ લાખ કપાઈ ગયા હતા જેથી આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આંબાવાડીમાં રહેતા ૬૭ વર્ષીય રમેશકુમાર રામરાજ અમદાવાદ ઈન્કમટેક્ષ ઓફિસમાં  મુખ્ય કમિશનર હતા અને વર્ષ ર૦૧૬માં નિવ્ત્ત થયા હતા. ગત ૧પમી એપ્રિલે રમેશકુમાર ઘરે હતા તે સમયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ દિલ્હીના પેન્શન ઓફિસર મિસ્ટર તિવારી તરીકેની આપી હતી. રમેશકુમારે તેની સાથે વાત કરી ત્યારે શખ્સે જણાવ્યું હતું કે, તમારો પર્સનલ પેન્શન ઓર્ડર રિન્યુ કરવો પડશે નહીં તો એપ્રિલ મહિનાનું પેન્શન નહીં આવે.

ત્યારબાદ ગઠિયાએ મોબાઈલમાં રહેલી એસબીઆઈ યોનો એપ્લિકેશન (SBI Yono App) ઓપન કરાવીને પર્સનલ પેન્શન ઓર્ડર રિન્યુ કરવાનું કહીને અપડેટ માટે એટીએમમાં જવાનું કહ્યું હતું. જેથી રમેશકુમાર આ શખ્સના જણાવ્યા પ્રમાણે એટીએમમાં ગયા જ્યાં સર્વિસીસના ઓપ્શનમાં જઈને ત્રણ વખત રેફરન્સ નંબર નંખાવ્યો હતો. બાદમાં ગઠિયાએ તમારે ઈ-મેઈલથી પર્સનલ પેન્શન ઓર્ડર રિન્યુ થયાનો મેસેજ આવશે તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ શખ્સે રમેશકુમારની પત્નીના બેંક એકાઉન્ટ બાબતે પૂછપરછ કરતાં તેમને શંકા જતાં તેમણે ફોન કાપીને બેંકમાં ફોન કર્યો હતો ત્યારે બેંક એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્જેકશન થઈને કુલ રૂ.૧૦.ર૦ લાખ કપાયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયો હોવાની જાણ થતાં રમેશભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎