:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ભાડજ સર્કલ પાસે પોલીસ ગઈ હતી દારૂ પકડવા : દરોડો પાડવા ગયેલી પોલીસને બુટલેગરની સાથે આઇપીએલનો સટ્ટો અને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

top-news
  • 13 May, 2024

આધુનિક ટેકનોલોજીના યુગમાં ફાસ્ટ અપડેટ થવાની સાથે વસ્તુ ઝડપી બનીને તૈયાર થઈ જાય છે. એવીજ રીતે ઝડપી પૈસા કમાઈને વહેલા માલદાર બનવાની ઘેલછા આજની યુવા પેઢીને ગેરમાર્ગે દોરી જતી હોય છે,એવા કેટલાય બનાવો રોજ બરોજ સામે આવતા હોય છે. તાજેતરમાં  જ બનાવ બન્યો જેમાં શહેરના ભાડજ સર્કલ પાસે આવેલા વિવાન્તા હાઇટ્સમાંથી પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 

સૂત્રો દ્વારા પોલીસને બાતમી મળતા તેમણે વિવાન્તા હાઇટ્સમાં  દરોડા પાડયો હતો. જેમાં પોલીસને પાંચ બોટલો વિદેશી દારૂ મળવાની સાથે તપાસ કરતા આઇપીએલ પર સટ્ટો રમાડતો વ્યક્તિ પણ મળી આવ્યો હતો.પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે ભાડજ સર્કલ પાસે આવેલા વિવાન્તા હાઇટ્સમાં ૧૦૨ નંબરની શોપમાં  દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેના આધારે તપાસ કરતા પાંચ બોટલ દારૂ મળી આવ્યો હતો.

જે અંગે જીગર પટેલ (રહે. સીપી નગર, ઘાટલોડિયા)ની પુછપરછ કરતા તે દારૂનો જથ્થો છારાનગરમાંથી લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. જીગરની સાથે પોલીસને કામેશ દરજી (રહે. પંચવટી એપાર્ટમેન્ટ,નારણપુરા) નામનો યુવક હાજર હતો. શંકાને આધારે તેનો મોબાઇલ ફોન તપાસતા તે આઇપીએલ પર સટ્ટો રમાડતો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં તે ગ્રાહકોની યાદી સાથે સોદાના પાડતો હતો.  સટ્ટા માટેનું આઇડી તેણે  સોશિયલ મિડીયાથી સંપર્કમા આવેલા વ્યક્તિ પાસેથી ખરીદી કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સોલા પોલીસ મથકે ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎