:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

જન્મદિવસની ઉજવણી દંપતીને ભારે પડી: નશો કરીને પૂર ઝડપે કાર ચલાવતા ચાલકે મારી જોરદાર ટક્કર, દંપતીની કાર 15 ફૂટ ઘસડાઇ,થયું મોટું નુકસાન ...

top-news
  • 14 May, 2024

આજના આધુનિકયુગમાં જન્મદિવસની ઉજવણી હોય કે પછી બીજો કોઇ પ્રસંગ  ,દરેક ઉજવણીને ખાસ બનાવવા માટે બહાર હરવા-ફરવા સાથે જમવા જવાનો ટ્રેન્ડ યુવા પેઢીમાં વધ્યો છે,તાજેતરમાં આવી જ એક ઉજવણી કરીને પરત ફરતા દંપતીની કારને ટક્કર વાગતા સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી પરંતુ કારને પુષ્કળ નુકસાન થયું હતું.

બનાવની વિગત મુજબ અમદાવાદ શહેરમાં રહેતું દંપતી જન્મદિવસની ઉજવણીમાં ઘરે કેક કાપીને બહાર ફરવા ગયું  અને ઘરે પરત ફરતી વેળાએ સિંધુભવન રોડ પર શિલ્પ સર્કલ પર સિગ્નલ બંધ હોવાથી દંપતીએ કાર ઊભી રાખી હતી. તે સમયે પાછળથી પૂરઝડપે આવેલા દારૂ પીધેલા કારચાલકે દંપતીની કારને જોરદાર ટક્કર મારી નુકસાન કર્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી ,ઘટના બાદ ડિવિઝન ટ્રાફિક પોલીસે દારૂ પીધેલા કારચાલકની ધરપકડ કરી છે.

સેટેલાઈટના નીલકંઠ બંગ્લોઝમાં રહેતા હર્ષ ઠક્કરની પત્નીનો જન્મ દિવસ હોવાથી કેક કાપીને શનિવારે રાત્રે સિંધુભવન રોડ પર કાર લઈને ફરવા નિકળ્યા હતા. તે સમયે શિલ્પ સર્કલ સિગ્નલ બંધ હોવાથી સિગ્નલ પર ઊભા હતા. આ દરમિયાન એક કારચાલક પૂરપાટ ઝડપે કાર ચલાવીને હર્ષભાઈની કારને ટક્કર મારી હતી. જેથી તેમની કાર 15 ફૂટ જેટલી ઘસડાઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કારચાલકને પકડી લીધો હતો.

કારચાલક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળી આવતા એ વિસ્તારના ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત કરનાર કારચાલકની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન તેનું નામ નરેન્દ્રસિંહ રાજપુરોહિત (ઉ.વ.27) અને જીવરાજપાર્કના પવનસુતક સોસાયટીમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. હાલમાં પોલીસ ગુનો નોંધીને પૂછપરછની કાર્યવાહી હાથ ધરી છે.  

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎