અમદાવાદ હાઇવે પર વધુ એક જીવલેણ અકસ્માત : ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચેની ટક્કરમાં ત્રણના મોત ...
- 12 Jun, 2024
સમગ્ર દેશમાં એક્સપ્રેસ વે તેમજ આંતર રાજ્ય રસ્તાઓમાં વધારો -સુધારા કરવા છત્તા રાજયમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો જ થતો જાય છે, અને રાજ્યમાં રોજ એક નવી અકસ્માતની ઘટના સામે આવે છે. આજ પાલનપુર-અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં થતા 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો .
ઘટનાની જાણ થતા જ તુરંત હાઇવે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી, અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી કાર્યવાહી આરંભી હતી .
બનાવની વિગત મુજબ પાલનપુર-અમદાવાદ હાઈવે પર ફરી એક વખત ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 3 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજતા પરિવાર માં શોકનો માહોલ છવાઈ ગયો હતો .
અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.નેશનલ હાઈવે આખો દિવસ મોટા વાહનોથી ધમધમતો હોય છે. આ સ્થતિ માં અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ બની ગઈ હતી. અને વાહનોની લાંબી કતારો થવા લગતા પોલીસ તરતજ કામે લાગી ગઈ હતી,
અને ટ્રાફિક જામ ઓછો કરવાના પ્રયાસો હાથ ધરયા તેમજ ઘટના સ્થળે ઈમરજન્સી 108 ને બોલાવી 3 ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અને હાઈવે પર ટ્રાફિમ જામ ઓછો કરવા પોલીસ દ્વારા મૃતદેહોને પણ તાત્કાલિક પીએમ અર્થે મોકલ્યા હતા.