નેતાએ કર્યો પોલીસનો રોલ: ફિલ્મી ઢબે ગુનેગારોને પકડ્યા, પોલીસને કહ્યું- ચાલો હવે કાર્યવાહી કરો; વાંચવા જેવો કિસ્સો...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04072024_113144_342F64E2-B182-428D-9573-81619C44CE7A_1684248272217.webp)
- 04 Jul, 2024
જ્યારે તમારા હાથમાં જનતાએ કાયદાનો દંડો સોંપ્યો . છત્તા જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો જનતાને જ આગળ આવી અવાજ ઉઠાવો પડે છે, સામાન્ય જનતાએ જેને સત્તા સોંપી અને તે જ કોઇના હાથની કઠપૂતળી બને તો જનતાને કાર્યવાહી કરવી જ રહી, જેનો દાખલો દેશની જનતાએ સરકારને ચુંટણીના પરિણામો આપી દીધો છે.
ગુજરાતમાં દારૂબંધીની વાત માત્ર કાગળ પર છે. રાજ્ય સરકાર દારૂબંધીને લઈને મોટા-મોટા દાવા કરી રહી છે. પરંતુ રાજ્યમાં કથિત દારૂબંધીના વારંવાર ધજગરા ઉડતા જોવા માળે છે. નાના ગામડાઓમાં છાશ અને દૂધની જેમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. હવે સામાન્ય જનતા પણ આવા કથિત મોટા માથા અને પોલીસની દાદાગીરીથી કાંટાળી ગઈ છે. જાગૃતબની કાર્યવાહી કરવા લાગી છે, ચલો વાંચીએ બહાદુરી ભર્યો કિસ્સો...
રાજ્યમાં જનતા દારૂના દૂષણથી પરેશાન થઈ ગઈ છે, વારંવાર ફરિયાદ કરવા છત્તાજો એક્શન ન લેવાય તો બધાએ ભેગા મળીને રેડ પડયા વગર બીજો કોઈ માર્ગ રહેતો નથી. બનાવની વિગત મુજબ અમરેલીમાં ભાજપ યુવા નેતા વિપુલ દુધાતે લીલીયા ગામમાં દેશી દારૂ સાથે બે યુવકોને પકડી પાડ્યા હતા. વિપુલ દુધાતે પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે.જેમાં કાર દ્વારા બે યુવકોનો પીછો કરે છે. અને ત્યારબાદ દેશી દારૂની પોટલીએ સાથે બંને યુવકોને ઝડપી પાડે છે.
આ ઉપરાંત વિપુલ દુધાતે લીલીયા તાલુકામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો મેસેજ પણ જાહેર કર્યો છે. અમરેલીનું મોટા લીલીયા ગામ દારૂના વેચાણમાં જાણીતું બન્યું છે. છાશની જેમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે જે બાબતે વારંવાર લોક ફરિયાદ આવતી રહે છે. આમ હોવા છત્તા પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. લિલિયામાં ભાજપના નેતા વિપુલ દૂધાતે દેશી દારૂની પોટલી સાથે બે યુવાનોને ઝડપી પડ્યાની વિગતો વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી.
આ અંગે મોડી રાતે લીલીયા પોલીસ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી. અને સમગ્ર ઘટનાની ગંભીરતાની નોંધ લઈને અમરેલી એસપી હિમકર સિંહએ લીલીયા પોલીસને સૂચના આપતા લીલીયા પી.એસ.આઈ. એસ.આર.ગોહિલ દ્વારા નાવલી બજારમાં શેરી માંથી દેશી દારૂ લીટર 19 રૂ.380 તથા બાઇક સહિત 30,000 મળી કુલ રૂ.30,380ના મુદામાલ સાથે 1 ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવી 1 કિશોર કાયદાના ઘર્ષણમાં પણ આવ્યો હતો આરોપી મનુસખભાઈ ઉર્ફે ગટીયો કાળુભાઇ વાઘેલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાકચ ગામના વિપુલ દુધાત જિલ્લા પંચાયત સદસ્ય અને ભાજપ નેતા છે. તેમણે શેરીની અંદર રૂબરૂ જઈ દારૂ વેચનારાને પકડી પાડયા અને લીલીયા પોલીસને જાણ કરી દેશી દારૂની કોથળીઓ અને ગાડી પોલીસને સોંપવામાં આવી હતી.
જો કે તેમણે જણાવ્યું હતું કે સૌથી વધુ દુ:ખદ બાબત એ છે થોડીક્ષણો બાદ લીલયા ક્રાકચ રોડ ઉપર એ ઇસમ જોવા મળ્યા હતા. તેને પોલીસે કઈ રીતે છોડી મુક્યા, દારૂ કેમ કબજો ન લીધો તે બાબતે શુ પગલાં ભરવમાં આવે છે અને અધિકારીઓની કામગીરી તેમજ સંડોવણીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. ગાંધીનગર આઈ.બી. એસપી IPS હરેશ દુધાતના તેઓ નાના ભાઈ છે. જેના કારણે ભાજપ વર્તુળ અને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.