:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી શું નામ પુરતી છે ? : આ જેલમાં કેદીઓ કરતા હતા દારૂની પાર્ટી ,જાણો કઈ રીતે બહાર આવી સમગ્ર ઘટના

top-news
  • 22 Jul, 2024

રાજયમાં દારૂ બંધી હોવા છત્તા દારૂનો વેપાર પુષ્કળ પ્રમાણમાં ફૂલ્યો ફાળયો છે. મોટા શહેર ઉપરાંત નાના શહેરોમાં પણ દારૂનું ગેરકાયદે વેચાણ થાય છે,તંત્ર દ્વારા કેટલી વખત દારૂનો જથ્થો પકડવાની ઘટના સામે આવતી હોય છે. પરંતુ તેનાથી દારૂના વેપાર અને વેચાણને ક્ઈ અસર થતી હોય તેવું લાગતું નથી. એવામાં એક ચોકાવનારી ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીધામની એક જેલમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા અચાનક રેડ પાડવામાં આવતા વધુ વિગતો સામે આવી હતી.

ગાંધીધામની ગળપાદર જેલમાં કુખ્યાત આરોપી સજા ભોગવવાને બદલે ત્યાં જલસા કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. તેને આધારે પોલીસ અધિકારીએ ત્યાં દરોડા પાડવાની યોજના ધડી કાઢી સમગ્ર સ્ટાફ સાથે ખાનગી બસ લઈને દરોડા પાડવા મધરાતે પહોંચી ગયા અને દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પોલીસની આ સરપ્રાઇઝ ચેકિંગમાં કુખ્યાત ગુનેગાર અને બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 આરોપીઓને પોલિસે ઝડપી પડ્યા હતા. વધુ તપાસ કરતાં તેમની પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો.

મળતી વિગતોને આધારે પોલીસે જેલની પુરૂષ યાર્ડ બેરેક નં-1 મા સરપ્રાઇઝ વીઝીટ કરી હતી. બેરેક નં.1 ની સરપ્રાઇઝ વીઝીટ કરતા બેરેકેમાં હાજર કેદીઓને યોગ્ય સ્થાને બેસાડી દઈને  તેઓની વારફરતી ચકાસણી કરવામાં આવતા તેમના સામાનની ચેકિંગ કરતા 6 જેટલા લોકો કેફી પીણુ પીધેલ હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત વધુ તપાસમાં એક બોટલમાં ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો, તેમજ એક મોબાઇલ મળી આવ્યો હતો. ત્યારબાદ વધુમાં કેફીપીણુ પીધેલ આરોપીઓની શરીર સ્થિતિનું તથા મળી આવેલ ઇંગ્લીશ દારૂની બોટલ અને એક મોબાઇલ સંબંધે પંચનામું કરવામાં આવ્યું હતું.  



કેદીઓની વધુ પૂછપરછ દરમિયાન એક કેદીનું નામ પુછતા તેણે પોતાનું નામ પણ તોતડાતી જીભે જણાવ્યું હતું. તથા કેદીની લાલધુમ આંખો જોતા તે નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું.  ઉપરાંત અન્ય કેદીનું મોઢુ સુંધતા તેના મોઢામાંથી કેફીપીણુ પીધેલાની તીવ્રવાસ આવતી હતી. જે અંગેનું પંચનામું કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ નોંધવામાં આવી છે. બીજા 5 કેદીઓએ પણ કેફીપીણુ પીધેલ હોતા તેમની વિરૂધ્ધ પણ ફરીયાદ કરવામાં આવી છે. આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશન કલમ-66(1)(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.

 એવામાં હવે  જેલમાં દારૂની બોટલ ક્યાંથી આવી?, તે અંગે સવાલો ઊભા થઈ રહયા છે. અને જેલમાં 6 જેટલા કેદીઓ સાથે મળીને દારૂની મહેફિલ બિંદાસ થઈ કેવી રીતે માણી રહ્યા હતા? ઉપરાંત તેમની પાસે મોબાઈલ કેવી રીતે પહોંચ્યો એવા અનેક સવાલો સામે આવી રહ્યા છે.શું આ બધી વસ્તુઓ તેમણે કોઈએ પહોંચાડી? પોલીસ પ્રશાસન ના બંદોબસ્તમાં ક્યાં કચાશ રહી ગઈ જેવા અનેક સવાલો ઉભા થયા છે જેનો જવાબ આગામી સમયમાં તપાસ બાદ સામે આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.