November 30, 2022
November 30, 2022

વોટના બદલે નોટ…. ડભોઈના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણનો વીડિયો વાયરલ

વીડિયો વાયરલ થતા વિવાદમાં ફસાયા કોંગ્રેસના ઉમેદવાર!

વડોદરા જિલ્લાની ડભોઈ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે પ્રચાર દરમિયાન લોકોને નાણાં વહેંચતા દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડભોઈના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. એવામાં ચૂંટણી પહેલા વાયરલ થયેલા એક વીડિયોથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે. તેમ તેમ ઉમેદવારો દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઉમેદવારો પ્રચાર માટે અને મતદારોને રિઝવવા માટે અવનવા નુસખાઓ અપનાવી રહ્યા છે. એવામાં વડોદરા જિલ્લામાંથી વાયરલ થયેલા એક વીડિયોથી હડકંપ મચી ગયો છે.

વિધાનસભાની ચૂંટણી અગાઉ મતદારોને રૂપિયાની વહેંચણી કરતો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં વડોદરાના ડભોઇ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ એક ખુલ્લી જીપમાં જોવા મળી રહ્યા છે. તેઓ જીપમાંથી લોકોને રૂપિયા આપી રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાયલી ગામે પ્રચાર દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર બાલકૃષ્ણ પટેલે રૂપિયા વહેંચ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોની ગુજરાત વંદન પુષ્ટી કરતું નથી.

 

 130 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved