October 1, 2022
October 1, 2022

દિલ્હી સરકારે વિકેન્ડ કર્ફ્યૂ હટાવવાનો કર્યો નિર્ણય..

આંશિક લૉકડાઉનના પ્રતિબંધો હટાવામાં આવશે

દેશમાં કોરોનાના કેસમાં ભારે ભરખમ વધારો નોંધાયો છે. આ દરમિયાન દિલ્હી સરકારે વિકેન્ડ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય કર્યો છે. દેશમાં કોરોનાના કેસમાં ભારે ભરખમ વધારો ઝીંકાયો છે. 24 કલાકમાં ફરી 3 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. આ દરમિયાન દિલ્હી સરકારે વિકેન્ડ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય કર્યો છે.

બજારોમાં દુકાન ખોલવાને લઈને લાગૂ ઓડ- ઈવન સિસ્ટમ હટાવી દેવામાં આવશે. પ્રાઈવેટ ઓફિસ પણ 50 ટકા ક્ષમતા પર ચાલી શકશે. દિલ્હીમાં કોરોનાના ઘટતા કેસના ધ્યાનમાં રાખીને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સીએમએ આ પ્રસ્તાવ ઉપરાજ્યપાલને મોકલ્યો છે.

દિલ્હીમાં ગુરુવારે કોરોનાના 12,306 નવા મામલા સામે આવ્યા અને 43 વધારે લોકોના મોત થયા હતા. જ્યારે સંક્રમણ દર ઘટીને 21. 48 ટકા થઈ ગયો. આંકડા મુજબ 10 જૂન 2021 બાદ એક દિવસમાં મોતનો આ સૌથી મોટો આંકડો છે. દિલ્હીમાં ગત વર્ષ 10 જૂને 44 લોકોના સંક્રમણથી મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીમાં સંક્રમણથી અત્યાર સુધીમાં 396 લોકોના મોત થઈ ચૂક્યા છે.

 52 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved