’88 હજાર વિદ્યાર્થીઓને એવરેજ 10 હજારનું વળતર આપો, નહીંતર..’
12મી ડિસેમ્બરે લેવાયેલી હેડ કલાર્ક પરીક્ષાનું પેપર લીક થતાં હજારો યુવાનોની મહેનત એળે ગઈ હતી. ત્યારે વિદ્યાર્થીઓને આર્થિક નુક્સાન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે સરકારને નોટિસ મારફતે રજૂઆત કરી કુલ 88 હજાર વિદ્યાર્થીઓને એવરેજ 10 હજારનું વળતર મળે તેવી માંગ કરી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની 168 જગ્યા માટે ૮૮ હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી હતી. જો કે પરીક્ષાના અગાઉ એક દિવસ પહેલા પેપર લીક થયું હતું. ત્યાર બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. તો બીજી તરફ આરોપીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. સાથે ગૌણ સેવાના ચેરમેન અસિત વોરાને પણ પદ પરથી દૂર કરાયા હતા.
ગાંધીનગરમાં ખેડૂત નેતા પાલ આંબલિયા સહિત અન્ય આગેવાનોએ સરકારને નોટિસ મારફતે રજુઆત કરી 88 હજાર વિદ્યાર્થીઓને એવરેજ 10 હજારનું વળતર મળે તેવી માંગ કરી છે. જે કુલ કુલ 89 કરોડ રૂપિયાનું વળતર મળે એવી માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં જો સરકાર જવાબ નહીં આપે તો કોર્ટનો રસ્તો અપનાવવાની ચિમકી ઉચ્ચારી છે.
107 , 2