October 6, 2022
October 6, 2022

Google પર ભૂલથી પણ આ વસ્તુઓ સર્ચ કરી તો ભરાશો..

ગૂગલ પર સર્ચ કર્યું તો આવશે જેલની હવા ખાવાનો વારો

આજના ડીજીટલ યુગમાં Google એક મહત્વનું અંગ બની ગઈ છે જેના વગર ચાલી શકે નથી.. આપણે દરેક સમસ્યાનું સમાધાન Google પર સર્ચ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે સૌથી મહત્વની વાત એ છે કે Google પર કન્ટેન્ટ સર્ચ કરવાના બદલે તમારે જેલની હવા ખાવી પડી શકે છે. તેથી જ્યારે પણ તમે Google પર કોઈ વસ્તુ સર્ચ કરો ત્યારે ખૂબ જ ધ્યાનથી સર્ચ કરો.

ગર્ભપાત કેવી રીતે કરવો
Google પર ગર્ભપાતની રીત સર્ત કરવી એ પણ અપરાધની શ્રેણીમાં આવે છે. તમે એવું બિલકુલ કરતા નહી. ભારતીય કાયદા મુજબ ડૉક્ટરની સલાહ લીધા વિના ગર્ભપાત કરાવી શકાતો નથી.

બોમ્બ બનાવવાની રીત
ઘણીવાર લોકો Google પર એવી વસ્તુઓ સર્ચ કરે છે, જેનો તેમને કોઈ મકલબ નથી હોતો. બોમ્બ કેવી રીતે બનાવવો વગેરે જેવી શંકાસ્પદ વસ્તુઓ સર્ચ કરશો નહીં. કારણ કે, આ એક્ટિવિટી પર સાયબર સેલ દ્વારા નજર રાખવામાં આવે છે. આમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સુરક્ષા એજન્સીઓ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જેમાં તમારે જેલ પણ જવું પડી શકે છે.

ફિલ્મ પાયરસી
ફિલ્મ રીલીઝ પહેલા ઓનલાઈન લીક થવી એ અપરાધની શ્રેણીમાં આવે છે. જો તમે ઓનલાઈન લીક કે ડાઉનલોડ કરો તો તે મોટો ગુનો છે. ભારત સરકારના આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર 3 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.

ચાઇલ્ડ પોર્ન
ભારત સરકાર ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને ઘણી કડક છે. Google પર ચાઈલ્ડ પોર્ન સર્ચ કરવું, જોવું કે શેર કરવું એ ગુનો છે. આને લગતા કાયદાનું ઉલ્લંઘન કરવા પર જેલ થઈ શકે છે.

પ્રાઇવેટ ફોટો અને વિડિયો
સોશિયલ મીડિયા કે Google પર પ્રાઇવેટ ફોટા કે વીડિયો લીક કરવો એ પણ ગંભીર ગુનો ગણવામાં આવે છે. જેના કારણે જેલ પણ થઈ શકે છે. ભૂલથી પણ કોઈનો પ્રાઇવેટ ફોટો કે વીડિયો Google પર શેર ન કરો.

 115 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved