October 1, 2022
October 1, 2022

સુરતમાં આદિવાસીઓની જમીન પચાવી પાડવાનો કારસો

જમીન પર કબજો કરનારને બિલ્ડરોને 24 કરોડનો દંડ

સુરતના કામરેજ ખોલવડ અને નવાગામ ખાતે ગરીબ અને અભણ ખેડૂત પાસેથી 73એએની જમીનનું બોગસ વસિયતનામું બનાવીને જમીન હડપવાનો કારસો રચનારાઓ વિરૂદ્ધ કામરેજ પ્રાંત દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. આદિવાસી ખેડૂતની જમીન પર ફાર્મ હાઉસ અને શાળા ઉભી કરનારા ગેરકાયદેસર કબજેદારોને તપાસ દરમ્યાન કરોડો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય વિવાદીત જમીનનો કબજો સરકાર હસ્તક લેવાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.

આદિવાસીની જમીન પર કબજો કરનારને 24 કરોડનો દંડ ફટકાર્યો છે. કામરેજ પ્રાંત અધિકારીએ દંડનો હુકમ કર્યો છે. બિલ્ડર ડાહ્યા પટેલ, કાંતિ પટેલ, કૃષ્ણકાંત પ્રજાપતિએ 73 AA વાળી જમીન પર કબજો કર્યો હતો. બોગસ વિલ બનાવી જમીન પર સ્કૂલ બનાવી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ઉપરના તમામ રહે ખેતીવાડી ફાર્મ સામે ખોળવડ તા કામરેજ, જી સુરતના જૂના બ્લોક ન. 419 રિસર્વે બ્લોક નં. 3131 વાલી 73 એએ નિયંત્રિત સત્તા પ્રકાર તથા મોજે. નવાગામ, તા કામરેજ, જી સુરતના બ્લોક નં. 57 વાલી 73 AA નિયંત્રિત સત્તા પ્રકાર થતાં ગણોતધાર કલમ 43ને આધીન નવી શરતની જમીન અંગે રાજેશભાઇ વિનુભાઈ વિગેરેના દાદાના નામે ચાલતી હોય છે જેમાં ડાહ્યાભાઇ કેશુભાઈ પટેલ સહિત અન્ય 2 લોકો દ્વારા ગેરકાયદેસર વીલ બનાવડાવી કબજો કરવા બાબતે ફરિયાદ અરજી કરી છે. આદિવાસીઓની જમીન પર કબ્જો કરવાના આરોપસર ફટકારવામાં આવેલ 24.29 કરોડ  રૂપિયાનો દંડ વસૂલાતનો આદેશ કરવામાં આવ્યો છે. 

છેલ્લા 20થી વધુ વર્ષથી 73એએથી નોંધાયેલ ખોલવડની 6600 ચોરસ મીટર અને નવાગામની 13557 ચોરસ મીટર જમીન ઉપર કબ્જો જમાવીને બેઠેલા ગેરકાયદેસર ક્બ્જેદાર એવા ડાહ્યા પટેલ દ્વારા આ બન્ને જમીનો પર બાંધકામ  પણ કરી દેવામાં આવ્યું છે. 25-04-2000ના રોજ વસીયતનામું બનાવ્યું હતું. ત્યારબાદ 2003માં મુળ જમીન માલિકનું મોત થયું હતું. જેને પગલે ડાહ્યા પટેલ આણીમંડળી દ્વારા જમીન સંબંધિત અન્ય ખોટા કાગળો ઉભા કરીને 2011માં કઠોર કોર્ટમાં દિવાની દાવો કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે ડાહ્યા પટેલ દ્વારા સમાધાન મુજબ અરજદારોને 24 લાખ અગાઉ ચુકવી આપ્યા હતા અને સમાધાન પેટે નક્કી થયેલ 69 લાખ પૈકી 35 લાખ પણ બાદમાં ચુકવ્યા હતા. બાકી રહેતા 34 લાખ રૂપિયા જમીનના ટાઈટલ ક્લીયર થયા બાદ ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

કોણ છે જમીનના મૂળ માલિક?

  1. ગોમતીબેન મકનભાઈ હાટિયાભાઈની વિધવા
  2. ઈશ્વરભાઈ મકનભાઈ
  3. મીનાબેન મકનભાઈ
  4. જમનાબેન મકનભાઈ
  5. લક્ષ્મીબેન મકનભાઈ
  6. વિજયભાઇ મકનભાઈ
  7. ગંગાબેન મકનભાઈ
  8. નીતા બેન રમેશભાઈ
  9. લક્ષ્મીબેન રમેશભાઈ 
  10. અનિલભાઈ રમેશભાઈ
  11. સંજયભાઇ વિનુભાઈ
  12. કાંતિભાઈ મકનભાઈ
  13. પલકાબેન વિનુભાઈ
  14. રાજેશભાઇ વિનુભાઈ
  15. રિટાબેન વિનુભાઈ

બિનઅધિકૃત કબજો ભોગવનાર કોણ?

  1. ડાહ્યાભાઇ કેશુભાઈ પટેલ
  2. કાંતિભાઈ કેશવભાઈ પટેલ
  3. કૃષ્ણકાંત ભીખાભાઇ પ્રજાપતિ 

 42 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved