કાર ડિવાઈડર સાથે અથડાતા અભિનેત્રીનું થયુ મોત
જાણીતી તેલુગુ એક્ટ્રેસ ગાયત્રી ઉર્ફે ડૉલી ડી ક્રૂજ જે વેબસીરીઝ મેડમ સર મેડમ અન્તેથી પૉપ્યુલર થઇ હતી, તેનુ કાર અકસ્માતમાં નિધન થઇ ગયુ છે.
રિપોર્ટ્સ અનુસાર એક્ટ્રેસ ગાયત્રી પોતાના દોસ્તો સાથે ગાડીમાં ઘરે પાછી આવી રહી હતી, અને તેનુ હૈદરાબાદના ગચ્ચીબોલી એરિયામાં નિધન થઇ ગયુ. એક્ટ્રેસ ગાયત્રીની ઉંમર માત્ર 26 વર્ષની હતી. એક્ટ્રેસના નિધનથી સાઉથ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ થઇ ગયો છે. બૉલીવુડ લાઇફના રિપોર્ટ અનુસાર એક્ટ્રેસ શુક્રવારે રાત્રે પોતાના ઘરેથી હોળી રમીને પાછી ફરી રહી હતી. ત્યારે આ દુર્ઘટના ઘટી.
જણાવવામાં આવી રહ્યું છે કે રસ્તા પર ડિવાઈડર સાથે અથડાવાથી કારે કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઇ હતી. રિપોર્ટસમાં સામે આવ્યું છે કે કાર એક 38 વર્ષીય મહિલા સાથે પણ અથડાઈ હતી. જે રસ્તા પર પગપાળા ચાલી રહી હતી. આ મહિલા કાર પલટી ખાવાના કારણે કારની નીચે ફસાઈ ગઇ હતી. ડૉલી ડી ક્રૂઝની જેમ મહિલાએ પણ ઘટનાસ્થળે અંતિમ શ્વાસ લીધા હતા.
128 , 1