November 30, 2022
November 30, 2022

‘દ્રશ્યમ 2’નું કલેક્શન 100 કરોડને પાર

ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પોતાનો જાદુ ફેલાવવામાં સફળ રહી ફિલ્મ

અજય દેવગણ અને તબુ સ્ટારર સસ્પેન્સ થ્રિલર ‘દ્રશ્યમ 2’ એ પહેલા અઠવાડિયામાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ ‘દ્રશ્યમ 2’ તેના બોક્સ ઓફિસ કલેક્શન સાથે દરરોજ એક નવો ઈતિહાસ રચી રહી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં આ ફિલ્મ પોતાનો જાદુ ફેલાવવામાં સફળ રહી છે. ફિલ્મે 7 દિવસમાં લગભગ 104 કરોડનું કલેક્શન કર્યું છે.

આ રેકોર્ડ સાથે, ‘દ્રશ્યમ 2’ અજયના ફિલ્મી કરિયરની ચોથી આવી ફિલ્મ બની છે, જેણે રિલીઝના એક અઠવાડિયામાં 100 કરોડથી વધુનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. ‘દ્રશ્યમ 2’ પહેલા એક અઠવાડિયામાં 100 કરોડનો બિઝનેસ કરનાર અજય દેવગનની ફિલ્મોની વાત કરીએ તો તેમાં ત્રણ મોટી ફિલ્મો સામેલ છે. આ ફિલ્મોમાં વર્ષ 2014માં રિલીઝ થયેલી ‘સિંઘમ રિટર્ન્સ’ પ્રથમ સપ્તાહમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનાર પ્રથમ ફિલ્મ બની હતી. ફિલ્મે પહેલા અઠવાડિયામાં 112 કરોડની કમાણી કરી હતી. આ પછી વર્ષ 2017માં આવેલી અજયની ‘ગોલમાલ અગેન’એ રિલીઝના પહેલા સપ્તાહમાં જ 136 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.

આ કમાણી જોઈને લાગે છે કે આ વર્ષે બોલિવૂડમાં લાગેલું ગ્રહણ હવે દૂર થઈ ગયું છે. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ હોય કે પછી અજય દેવગનની ‘રનવે 34’, તમામ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved