હુમલામાં બે ભારતીય સહિત ત્રણના મોત
યમનના હૂતી આતંકીઓએ ફરી વાર અબુધાબી એરપોર્ટને નિશાન બનાવ્યું છે. હૂતી આતંકીઓએ એરપોર્ટ પર ડ્રોનથી મોટો હુમલો કર્યો હતો જેમાં મોટાપાયે નુકશાન થયું છે. એરપોર્ટ વિસ્તારમાં પડેલા 3 ઓઈલ ટેન્કર જોરદાર વિસ્ફોટ સાથે સળગી ઉઠ્યાં હતા તથા બીજું ઘણા પ્રકારનું નુકશાન થયું છે. કેટલાક લોકોના ઘાયલ થયાની પણ ખબર છે. અબુધાબી એરપોર્ટ પર હૂતી આતંકીઓનો આ બીજો હુમલો છે. આ પહેલા પણ હૂતી આતંકીઓએ અબુધાબી એરપોર્ટ પર ડ્રોન એટેક કર્યો હતો.
યમનના હૂતી આતંકીઓએ અબુધાબી એરપોર્ટ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. હૂતી આતંકીઓના ડ્રોન હુમલામાં અબુધાબી એરપોર્ટ પરના 3 ઓઈલ ટેન્કર બળીને ખાખ થયા છે તથા કન્ટ્રક્શન સાઈટ તબાહ થઈ છે જ્યારે બે ભારતીય સહિત ત્રણ લોકોના મોતના સમાચાર છે તથા કેટલાક લોકો ઘાયલ થયા હોવાની પણ ખબર છે.
98 , 2