November 29, 2022
November 29, 2022

શેરબજારમાં કડાકો છતાં હર્ષા એન્જીનીયર્સમાં ઇન્વેસ્ટરોને કમાણી..

લીસ્ટીંગના દિવસે જ 47 ટકા નફો

શેરબજારમાં મંદીના મોજા વચ્ચે પણ નવી કંપની હર્ષા એન્જીનીયર્સનું ધમાકેધાર લીસ્ટીંગ થયું હતું અને ઇન્વેસ્ટરોને 42 ટકાનું પ્રિમીયમ મળતા રાહત થઇ હતી. હર્ષા એન્જીનીયર્સના ઇસ્યુ વખતે જ ગ્રે માર્કેટમાં ઉંચુ પ્રિમીયમ બોલાતું હતું અને એટલે ઇન્વેસ્ટરોએ મોટી માત્રામાં શેર મેળવવા અરજીઓ કરી હતી.

પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી સેકન્ડરી માર્કેટમાં કડાકાના દૌરના કારણે ફફડાટ ઉભો થયો હતો. આજે હર્ષા એન્જીનીયર્સના શેરનું લીસ્ટીંગ થયું હતું. રૂા.330ના ઓફર ભાવ સામે 486.50 બંધ આવ્યો હતો જે ઓફર ભાવ કરતા 47 ટકા વધુ હતો. ઇન્વેસ્ટરોને સારી કમાણી થતા રાહત થઇ હતી. ગ્રે માર્કેટમાં જ કંપનીના શેરનું પ્રિમીયમ 150 બોલાતું હતું.

વૈશ્વિક શેરબજાર તરફથી સતત નબળા સંકેતના કારણે ભારતીય શેરબજારમાં પહેલા દિવસે જ ધબડકો જોવા મળ્યો હતો. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 953.70 પોઈન્ટ (1.64 ટકા)ના ઘટાડા સાથે 57,145.22ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 311.05 પોઈન્ટ (1.85 ટકા)ની નબળાઈ સાથે 17,016.18ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 58,000 અને નિફ્ટી 18,000ની નીચે પહોંચી ગયો છે.

 60 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved