હેલિકોપ્ટરમાં રવિશંકર ઉપરાંત અન્ય 4 લોકો પણ સવાર હતા, તમામ મુસાફરો સુરક્ષિત
આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના હેલિકોપ્ટરનું તમિલનાડુમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે રવિશંકરના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. રવિશંકર અહીં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ રવિશંકરને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરનું ઈરોડના સત્યમંગલમ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટરમાં રવિશંકર ઉપરાંત અન્ય ચાર લોકો પણ સવાર હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે. 50 મિનિટ પછી જ્યારે હવામાન સાફ થઈ ગયું, ત્યારે હેલિકોપ્ટરે ફરીથી ઉડાન ભરી.
21 , 1