:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

પ્રિયંકા ચોપરાએ જેઠાની Sophie Turnerને ઇન્સ્ટાગ્રામ પર કરી અનફોલો

top-news
  • 14 Oct, 2023

ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરાના જેઠ-જેઠાની જો જોનાસ અને સોફી ટર્નર તેમના છૂટાછેડાને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. લગ્નના 4 વર્ષ બાદ આ કપલનો સંબંધ તૂટી જવાનો છે. થોડા સમય પહેલા સોફીએ તેની પુત્રીઓ વિલા અને ડેલ્ફીનની કસ્ટડી માટે જો વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો.

આ કપલ વચ્ચેના વિવાદ વચ્ચે હવે એવું લાગી રહ્યું છે કે ,ભાભી પ્રિયંકા ચોપરા અને ભાભી સોફી ટર્નર વચ્ચેના સંબંધોમાં પણ ખટાશ આવી ગઈ છે. બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. હવે પ્રિયંકા ચોપરાએ સોફીને અનફોલો કર્યા બાદ પહેલી પોસ્ટ કરી છે.

પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેની ભાભી સોફીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. જે બાદ પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર એક મિત્ર સાથે તેની તસવીર શેર કરી હતી. આ પોસ્ટમાં પ્રિયંકા તેના મિત્રને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવતી જોવા મળી અને લખ્યું કે, "એ સમયે જ્યારે બધું ખૂબ અનિશ્ચિત લાગે છે... હું ખૂબ આભારી છું કે, કેટલીક વસ્તુઓ સ્થિર છે.  @tam2cul તમે મારા શ્રેષ્ઠ મિત્ર જ નહી પણ 2 દાયકાથી વધુ સમયથી મારી બહેન પણ છો! હજુ આપણે ઘણી યાદો બનાવવાની છે... હું તને પ્રેમ કરું છું અને જન્મદિવસની શુભેચ્છા તમન્ના. 

પ્રિયંકા ચોપરાએ જોના નાના ભાઈ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. પ્રિયંકા ઘણીવાર સોફી સાથે તેના ફેમિલી વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. બંને અભિનેત્રીઓ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ નજીક રહી હતી. તેથી, પ્રિયંકાએ સોફીને અનફોલો કરવું તેના ચાહકો માટે આંચકો છે.